અમદાવાદ : કલગી ફાઉન્ડેશન દ્વારા સતત બીજા વર્ષે દિવ્યાંગો માટે “દિવ્યાંગ રત્ન એવોર્ડ”નો અનોખો કાર્યક્રમ યોજાયો

0
79

•વિવિધ ક્ષેત્રમા નામના મેળવનાર 30 દિવ્યાંગોનું સન્માન કરવામાં આવ્યું
•દિવ્યાંગ કલાકારો દ્વારા અલગ-અલગ પરફોર્મન્સ આપવમાં આવ્યું
• વિવિધ ગુજરાતી ગાયક કલાકારો રહ્યા ઉપસ્થિત

 

 

ચક્ષુ દ્વારા જોનાર લોકો દવારા તો કંઈક મોટા કર્યો કરવાનું સાંભળ્યું હશે પરંતુ જયારે એક દિવ્યાંગ છોકરી કંઈક અલગ કરી બતાવે ત્યારે માતાપિતા સાથે સાથે તમામ લોકોનાના હૃદય ગર્વથી પ્રફુલ્લિત બની જતા હોય છે અને તેવું જ અદભુત કાર્ય ગુજરાતના અમદાવાદની દિવ્યાંગ દીકરી કલગી રાવલે કરી બતાવ્યું છે સતત બીજા વર્ષે અમદાવાદમાં દિવ્યાંગ દિકરી કલગીના કલગી ફાઉન્ડેશન દ્વારા રાજ્યના વિવિધ ક્ષેત્રમાં નામના મેળવનાર 30 દિવ્યાંગોનો “દિવ્યાંગ રત્ન એવોર્ડ “દ્વારા સન્માન કરવાનો અનોખો કાર્યક્રમ ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ, અમદાવાદ ખાતે યોજાયો હતો.

 

આ કાર્યક્રમની વિશેષતા હતી કે, છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં કોઇ પણ સરકાર કે સંસ્થા દ્વારા દિવ્યાંગોને સન્માન આપવાનો આવો કોઈ કાર્યક્રમ યોજાયો નથી ત્યારે ગુજરાતની એક દિવ્યાંગ દીકરી કલગી દ્વારા આ કાર્યક્રમનું સતત બીજા વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું.

 

ગુજરાતના દિવ્યાંગો સામાન્ય વ્યક્તિ કરતાં પણ વધુ નામના મેળવી શકે છે ,તે પુરવાર કરનાર અલગ-અલગ ક્ષેત્રના 30 દિવ્યાંગો જેવા કે સ્પોર્ટ્સ ,એજ્યુકેશન, ગીત-સંગીત, ડાન્સ અને પોતાના ખાસ કૌશલ્ય દ્વારા દેશ અને દુનિયામાં નામ રોશન કરનાર દિવ્યાંગ રત્નોનુ સન્માન કરવામાં આવ્યું હતું. આવો જાણીયે કલગીના શબ્દો દવારા તેના અદભુત પ્રશંશનીય ઉદેશ્ય સાથે કરવામાં આવેલ કાર્યની કહાની તેના જ જુબાની..

બાઈટ : કલગી રાવલ

 

 

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પદ્મશ્રી અને જાણીતા લેખક, પત્રકારશ્રી દેવેન્દ્રભાઈ પટેલ, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. હિમાંશુભાઈ પંડ્યા, વાઇસ ચાન્સેલર ડો.જગદીશ ભાવસાર, કેન્દ્ર સરકારના માહિતી પ્રસારણ મંત્રાલયના યુવા અધિકારી ચિરાગભાઈ ભોરણીયા તથા ગુજરાતના જાણીતા દિવ્યાંગ પ્રોફેસર અને સિંગર ઉર્વીશભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત દિવ્યાંગ રત્ન એવોર્ડ માં એવોર્ડ મેળવનારા દિવ્યાંગો નો ઉત્સાહ વધારવા માટે ગુજરાતી કલાકારો જેવા કે અરવિંદ વેગડા, રાજલ બારોટ, જીગ્નેશ કવિરાજ ,મનુભાઈ રબારી ,કાજલ મહેરીયા અને વિજયભાઈ સુવાળા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દિવ્યાંગ કલાકારો દ્વારા વિવિધ પર્ફોમન્સ કરવામાં આવ્યું હતું.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here