સુરત : સતત બીજા દિવસે ફાયર સેફ્ટી ન ધરાવતી 32 જેટલી હોસ્પિટલ, દુકાન અને કોમ્પલેક્સને સીલ.

0
3

સુરત શહેરમાં સતત બીજા દિવસે ફાયર વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર સેફટી નો અભાવ હોય તેવી હોસ્પિટલો અને કોમ્પલેક્સની દુકાનોમાં સીલ કરવાની કામગીરી મોટા પાયે શરૂ કરવામાં આવી હતી. જેને લઇને શહેરભરમાં ફફડાટ ફેલાયો છે. અગાઉ નોટિસ ફાયરબ્રિગેડ દ્વારા અપાઈ હોવા છતાં ફાયર સેફ્ટીના મુદ્દે કોઈ કામગીરી ન કરનારી 32 જેટલી હોસ્પિટલ, દુકાનો સહિતના કોમ્પ્લેક્સને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ફાયર વિભાગની અલગ અલગ ટીમોએ કામગીરી કરી હતી.
ફાયર વિભાગની અલગ અલગ ટીમોએ કામગીરી કરી હતી.

 

હોસ્પિટલ સીલ કરાઈ

ફાયર વિભાગે અલગ-અલગ વિસ્તારોના ફાયર સ્ટેશનના અધિકારીઓ અને સુચના આપી હતી કે, તેમના વિસ્તારમાં જે પણ હોસ્પિટલો હોય તે હોસ્પિટલોની તપાસ કરવામાં આવે અને જ્યાં ફાયરસેફ્ટી નો અભાવ દેખાય તે હોસ્પિટલોને તાત્કાલિક અસરથી સીલ મારવાની કામગીરી કરવામાં આવે. જેને ધ્યાનમાં રાખીને આજે વહેલી સવારથી જ ફાયર વિભાગની અલગ અલગ ટીમ વિવિધ વિસ્તારોમાં જઈને ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો.તે હોસ્પિટલોને સીલ કરવાની કામગીરી શરૂ કરી હતી.

હોસ્પિટલ સહિતના સ્થળો પર ફાયરવિભાગ દ્વારા કામગીરી કરાઈ હતી.
હોસ્પિટલ સહિતના સ્થળો પર ફાયરવિભાગ દ્વારા કામગીરી કરાઈ હતી.

 

32 જેટલી હોસ્પિટલને સીલ કરાઈ

ફાયર વિભાગે આજે વહેલી સવારે 32 જેટલી હોસ્પિટલો અને સીલ કરવાની કામગીરી કરી હતી. જે હોસ્પિટલોની અંદર ફાયર સેફ્ટીનો અભાવ હતો. તે હોસ્પિટલોને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી. ફાયર વિભાગે નોટિસમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે, હોસ્પિટલના સંચાલકોએ તાત્કાલિક અસરથી ફાયર સેફ્ટીની વ્યવસ્થા પૂર્ણ કરવી જોઈએ. ઘણી એવી હોસ્પિટલ હતી કે, જ્યાં ફાયર સેફ્ટીના સાધનો હતા, પરંતુ તે આગ લાગે ત્યારે તેને યુઝમાં આવી શકવામાં સક્ષમ ન હતા તેવું પણ જાણવા મળ્યું હતું. આવી હોસ્પિટલોને પણ ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હોવા છતાં તેમણે ફાયર સેફ્ટીની પૂર્ણ સુવિધા ઉભી કરી ન હતી. ફાયર વિભાગે એવી તમામ હોસ્પિટલોને સીલ મારવાની કામગીરી કરી હતી.

નોટિસ આપ્યા બાદ પણ કામગીરી ન થતાં ફાયર વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.
નોટિસ આપ્યા બાદ પણ કામગીરી ન થતાં ફાયર વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.

 

અલગ અલગ વિસ્તારમાં કામગીરી

કતારગામ ,ભટાર, રાંદેર, લિંબાયત ડિંડોલી જેવા અલગ અલગ વિસ્તારોમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોય ત્યાં સીલની કામગીરી કરી હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલ અને શોપિંગ કોમ્પ્લેક્સોમા ફાયર સેફ્ટીના અભાવને લઇને નોટિસ ફટકારી હતી. છતાં ફાયર સેફટી યોગ્ય રીતે કરવામાં આવી ન હતી. સુરતમાં અને રાજ્યમાં સમય અંતરે હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહી છે. એવા સમયે દર્દીઓને જીવ ગુમાવવાનો વખત આવતો હોય છે. હોસ્પિટલના સંચાલકોની બેદરકારીને કારણે દર્દીઓને પોતાનો જીવ ગૂમાવવો પડે છે. જે ખૂબ જ ગંભીર બાબત છે, જેને ધ્યાનમાં રાખીને સુરત ફાયર વિભાગે શહેરભરમાં આ કામગીરી શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here