Monday, October 18, 2021
Homeકોરોના ઈન્ડિયા : 59,695 કેસ- 1,985 મોતઃ સતત બીજા દિવસે 3300થી વધારે...
Array

કોરોના ઈન્ડિયા : 59,695 કેસ- 1,985 મોતઃ સતત બીજા દિવસે 3300થી વધારે દર્દી વધ્યા;મહારાષ્ટ્રમાં સૌથી વધારે 1089 રિપોર્ટ પોઝિટિવ આવ્યા

નવી દિલ્હી. દેશમાં અત્યાર સુધી 59,695 લોકો સંક્રમિત થયા છે અને 1,985 લોકોના મોત થયા છે. આ ઉપરાંત 17,887 લોકો સારવાર બાદ સાજા થયા છે. સૌથી વધારે સંક્રમિતો ધરાવતા મહારાષ્ટ્રમાં દર્દીઓનો આંકડો 19 હજારને પાર પહોંચ્યો છે. તો બીજા નંબરે ગુજરાતમાં 7,403 લોકો સંક્રમિત થયા છે.

અપડેટ્સ

  • વંદે ભારત મિશન હેઠળ ખાડી દેશોમાંથી 650થી વધુ ભારતીયોને પરત લવાયા, તપાસ બાદ ક્વૉરન્ટીન કરાશે
  • ગુજરાતના અમદાવાદમાં રમઝાનમાં લોકડાઉન તોડીને બહાર નીકળેલા લોકોએ શુક્રવારે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં શાહપુર પોલીસ ઈન્સ્પેક્ટર સહિત 4 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ દરમિયાન અર્ધસૈનિક બળના કાફલા પર પણ પથ્થરમારો કરાયો હતો. ભીડને કાબૂ કરવા માટે  પોલીસે ટીઅર ગેસના સેલ છોડ્યા હતા. પોલીસે 15 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
  • પંજાબ સરકારે રાજ્યની તમામ શાળામાં પરીક્ષા વગર જ પાંચમા અને 10માં ધોરણના વિદ્યાર્થીઓને બીજા ધોરણામાં પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે.
દિવસ કેસ
04 મે 3656
06મે 3602
07મે 3344
08મે 3344
05 મે 2971

 

26 રાજ્ય,7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ ફેલાયું 

કોરોના વાઈરસનું સંક્રમણ દેશના 26 રાજ્યોમાં ફેલાયું છે.7 કેન્દ્ર શાસિત પ્રદેશ આના સંકજામાં આવી ગયા છે. જેમાં દિલ્હી, ચંદીગઢ,આંદામાન-નિકોબાર,જમ્મુ-કાશ્મીર,લદ્દાખ,પુડ્ડુચેરી અને દાદરા નગર હવેલી સામેલ છે.

રાજ્ય કેટલા સંક્રમિત કેટલા સાજા થયા કેટલા મોત
મહારાષ્ટ્ર 19063 3470 731
ગુજરાત 7403 1872 449
દિલ્હી 6318 2020 68
તમિલનાડુ 6009 1605 40
રાજસ્થાન 3579 2011 103
મધ્યપ્રદેશ 3341 1349 200
ઉત્તરપ્રદેશ 3214 1387 66
પંજાબ 1731 152 29
પશ્વિમ બંગાળ 1678 323 160
તેલંગાણા 1132 727 29
જમ્મુ-કાશ્મીર 823 364 09
કર્ણાટક 753 376 30
હરિયાણા 647 279 08
બિહાર 579 267 05
કેરળ 504 484 04
ઓરિસ્સા 270 63 02
ચંદીગઢ 146 21 01
ઝારખંડ 154 41 03
ત્રિપુરા 118 02 00
ઉત્તરાખંડ 63 45 01
છત્તીસગઢ 59 38 00
આસામ 60 35 02
હિમાચલ પ્રદેશ 50 34 03
લદ્દાખ 42 17 00
આંદામાન-નિકોબાર 33 33 00
મેઘાલય 12 10 01
પુડ્ડુચેરી 15 08 00
ગોવા 07 07 00
મણિપુર 02 02 00
અરુણાચલ પ્રદેશ 01 01 00
દાદરાનગર હવેલી 01 01 00
મિઝોરમ 01 01 00

 

રાજ્યોની સ્થિતિ 

મધ્યપ્રદેશ, સંક્રમિતઃ3341- રાજ્યમાં શુક્રવારે સંક્રમણના 89 કેસ સામે આવ્યા હતા. કુલ મોતનો આંકડો 200 સુધી પહોંચ્યો છે. કોરોના સંકટ વચ્ચે મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ પાછા આવી રહેલા ઉમારિયા અને શહડોલ જિલ્લાના 16 મજૂરોના માલગાડીમાં આવી જતા મોત થયા હતા.

ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ3214- અહીંયા શુક્રવારે 143 નવા સંક્રમિત મળ્યા હતા, જેમાં 12 ગૌતમબુદ્ધના છે. રાજ્યમાં અત્યાર સુધી 1387 દર્દી સાજા થઈ ચુક્યા છે, જ્યારે 1761ની સારવાર ચાલી રહી છે.

મહારાષ્ટ્ર, સંક્રમિતઃ19063- અહીંયા શુક્રવારે 1089 દર્દી વધ્યા હતા. 37 મોત સાથે મોતનો આંકડો 731 થઈ ગઈ છે. મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ રાજ્યમાં સેના ઉતારવાના સમાચારોનું ખંડન કર્યું છે. આર્થર રોડ જેલમાં 77 કેદી અને 26 જેલ કર્મચારી પોઝિટિવ મળ્યા હતા. તેમણે જીટી હોસ્પિટલ અને સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં ભરતી કરાવાયા હતા.
રાજસ્થાન, સંક્રમિતઃ3579- અહીંયા શુક્રવારે સંક્રમણના 152 કેસ સામે આવ્યા હતા. જેમાંથી જયપુરમાં 34, ઉદયપુરમાં 59, ચિત્તોડગઢમાં 10, અજમેર, કોટા અને જોધપુરમાં 9-9 દર્દીઓ મળ્યા હતા. તો બીજી બાજુ એક સંક્રમિતનું મોત થયું હતું. હવે રાજ્યમાં મૃતકોનો આંકડો 103 થઈ ગયો છે.

દિલ્હી, સંક્રમિતઃ6318- અહીંયા શુક્રવારે 338 નવા કેસ આવ્યા હતા. હિન્દુ રાવ હોસ્પિટલના વધુ 10 અને 5 સ્વાસ્થકર્મી સંક્રમિત મળ્યા હતા. આ ઉપરાંત મંદિર માર્ગ પોલીસ સ્ટેશનના સિપાહીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જ બેરકમાં રહેનારા 12 અન્ય પોલીસકર્મીઓને પણ ક્વૉરન્ટીન કરાયા હતા.

બિહાર, સંક્રમિતઃ579- અહીંયા શુક્રવારે સંક્રમણના 29 નવા કેસ સામે આવ્યા હતા. અત્યાર સુધી 267 દર્દી સાજા થયા છે. તો બીજી બાજુ મજૂરોના પાછા આવવાનો સિલસિલો યથાવત છે. ગુરુવારે 24 ટ્રેનથી 28 હજાર 467 પ્રવાસી આવ્યા હતા. 20 હજાર 629 પ્રવાસી પાછા આવી રહ્યા છે. રાજ્ય સરકારે દરરોજ 1000 પ્રવાસી મજૂરોને રેન્ડમ ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો હતો.

પેરામિલિટ્રીના 500થી વધુ જવાન સંક્રમિત 

બીએસએફના 30 જવાન પોઝિટિવ મળી આવ્યા છે. જેમાં 6 દિલ્હી અને 24 ત્રિપુરાના છે. બીએસએફમાં લગભગ 200 જવાન સંક્રમિત છે. ITBP, CRPF અને CISFના જવાન પણ કોરોનાના સંકજામાં આવી ગયા છે. તમામ પેરામિલિટ્રી ફોર્સમાં 500થી વધારે પોઝિટિવ કેસ આવી ચુક્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments