કોરોના દેશમાં : 42 દિવસમાં બીજી વખત એક્ટિવ કેસમાં વધારો, મહારાષ્ટ્ર ફરી ટોપ પર : CM શિવરાજ MPમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે.

0
5

છેલ્લા 42 દિવસોમાં બીજી વખત દેશમાં કોરોનાના એક્ટિવ કેસમાં વધારો નોંધાયો છે. શનિવારે 599 એક્ટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આ પહેલા ગુરુવારે 343 અને 2 ઓક્ટોબરે 2,472 એક્ટિવ કેસનો વધારો થયો હતો.

શનિવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1601 અને રાજસ્થાનમાં 1028 એક્ટિવ કેસ વધ્યા. આ સાથે જ દરરોજ નોંધાતા એક્ટિવ કેસમાં મહારાષ્ટ્ર ફરી એક વખત ટોપ પર આવી ગયું છે. જો આવનારા દિવસોમાં પણ અહીંયા એક્ટિવ કેસ વધતા રહ્યા તો સ્થિતિ ઘણી બગડી શકે છે.

24 કલાકમાં 44 હજાર નવા દર્દી નોંધાયા

શનિવારે 24 કલાકની અંદર 44 હજાર 906 લોકો સંક્રમિત નોંધાયા. 43 હજાર 797 લોકો રિકવર થયા અને 497 દર્દીઓના મોત થયા હતા. સૌથી વધુ રાજધાની દિલ્હમાં 5879, કેરળમાં 5772, મહારાષ્ટ્રમાં 5760 દર્દી નોંધાયા. ગુજરાતમાં પહેલી વખત એક દિવસમાં રેકોર્ડ 1515 અને રાજસ્થાનમાં 3007 કેસ નોંધાયા હતા.

દર્દીઓનો આંકડો 90.95 લાખને પાર

અત્યાર સુધી દેશમાં 90 લાખ 95 હજાર 543 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. રાહતની વાત તો એ છે કે 85 લાખ 19 હજાર 764 લોકો સાજા પણ થઈ ચુક્યા છે. 3 દિવસની અંદર રિકવરી રેટમાં 1%નો વધારો જોવા મળ્યો છે. રિકવરી રેટ હવે 94% થઈ ગયો છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે વધીને 1 લાખ 33 હજાર 260 થઈ ગઈ છે.

અપડેટ્સ

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રવિવારે સવારે 10 વાગ્યે મધ્યપ્રદેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે. બેઠકમાં એ જિલ્લાના રિપોર્ટ અંગે ચર્ચા કરાશે, જ્યાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. શિવરાજ એવા જિલ્લાના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ કરશે. બેઠકમાં ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રુપની ભલામણનો પણ રાખવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે આ ભલામણોના આધારે મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે.

5 રાજ્યોની સ્થિતિ

દિલ્હી

દિલ્હીમાં શનિવારે 5879 લોકો સંક્રમિત નોંધાયા. 6963 લોકો રિકવર થયા 111 લોકોના મોત થયા. અત્યાર સુધી 5 લાખ 23 હજાર 117 લોકો સંક્રમિત થઈ ચુક્યો છે. જેમાં 39 હજાર 741 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 4 લાખ 75 હજાર 106 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણના કારણે જીવ ગુમાવનારની સંખ્યા હવે 8270 થઈ ગઈ છે.

મધ્યપ્રદેશ

રાજ્યમાં શનિવારે 1700 લોકોનો રિપોર્ટ પોઝિટીવ નોંધાયો છે. 899 લોકો રિકવર થયા અને 11 લોકોના મોત થયા છે. આ સાથે જ સંક્રમિતોનો આંકડો હવે 1 લાખ 91 હજાર 246 થઈ ગયો છે. જેમાં 11 હજાર 192 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 76 હજાર 905 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 3149 થઈ ગઈ છે.

રાજસ્થાન

છેલ્લા 24 કલાકની અંદર રાજ્યમાં 3007 લોકો સંક્રમિત નોંધાયા. 1963 લોકો રિકવર થયા અને 16 લોકોના મોત થયા. અત્યાર સુધી 2 લાખ 40 હજાર 676 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે. જેમાં 21 હજાર 951 દર્દીઓની સારવાર ચાલી રહી છે. 2 લાખ 16 હજાર 579 લોકો હવે સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 2146 થઈ ગઈ છે.

મહારાષ્ટ્ર

રાજ્યમાં શનિવારે 5760 નવા દર્દી નોંધાયા. 4088 લોકો રિકવર થયા અને 62 લોકોના મોત થયા. સંક્રમિતોની સંખ્યા હવે 17 લાખ 74 હજાર 455 થઈ ગઈ છે. જેમાં 79 હજાર 873 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 16 લાખ 47 હજાર લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 46 હજાર 573 થઈ ગઈ છે.

ઉત્તરપ્રદેશ

રાજ્યમાં શનિવારે 2235 નવા દર્દી નોંધાયા. 2097લોકો રિકવર થયા અને 24 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 5 લાખ 24 હજાર 223 લોકો સંક્રમણના સંકજામાં આવી ગયા છે. જેમાં 23 હજાર 471 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 4 લાખ 93 હજાર 228 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 7524 થઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here