રિયાનો જેલમાં ત્રીજો દિવસ : સતત બીજીવાર રિયાની જામીન અરજી ફગાવી દેવાઈ, ત્રીજા દિવસે પણ જેલમાં જ રહેશે

0
0

સુશાંત સિંહ ડેથ કેસમાં ડ્રગ્સ એન્ગલ આવ્યા પછી અરેસ્ટ થયેલી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની જામીન અરજી પર આજે ચુકાદો આવ્યો છે. કોર્ટે સતત બીજી વખત જામીન અરજી ફગાવી દીધા છે. મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરુવારે નિર્ણય રિઝર્વ કરી દીધો હતો. મેજિસ્ટ્રેટ કોર્ટમાં જામીન અરજી રિજેક્ટ થઇ ત્યારબાદ રિયાએ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં અપીલ કરી હતી, જેને પણ રિજેક્ટ કરી દેવાઈ. કોર્ટે રિયા સહિત 6 આરોપીઓની જામીન અરજી નામંજૂરી કરી છે. જજ જેબી ગુરવે કહ્યું હતું કે આ ગંભીર ગુનો છે અને આમાં તપાસ થવી જરૂરી છે. NCB (નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો)એ રિયાને મંગળવારે અરેસ્ટ કરી હતી. બીજી તરફ ED રિયા વિરુદ્ધ નવો કેસ ફાઈલ કરી શકે છે.

હાઇકોર્ટ જવા માટે વિચારીશું: રિયાના વકીલ

રિયાના વકીલ સતીશ માનશિંદેએ સતત બીજી વખત જામીન અરજી રિજેક્ટ થયા બાદ જણાવ્યું કે, એકવાર અમને ઓર્ડર કોપી મળી જાય ત્યારબાદ અમે આવતા અઠવાડિયે હાઇકોર્ટને અપ્રોચ કરી શું કાર્યવાહી કરવી તે બાબતે વિચારીશું.

શોવિકની જામીન અરજીનો વિરોધ, ડ્રગ્સ સિન્ડિકેટનો એક્ટિવ મેમ્બર ગણાવ્યો

આ પહેલા NCBએ રિયાના ભાઈ શોવિકની જામીન અરજીના વિરોધ કરીને કહ્યું હતું, તે ડ્રગ સિન્ડિકેટનો એક્ટિવ મેમ્બર છે. રિયાના ભાઈ શોવિક ચક્રવર્તીને રિયાની જેમ પણ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો. તેની સાથે સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા, ડ્રગ પેડલર અબ્દુલ બાસિત, જૈદ વિલાત્રાને પણ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ તમામની સાથે સુશાંતના હાઉસ સ્ટાફ દીપેશ સાવંતની પણ જામીન અરજી રિજેક્ટ થઇ છે.

કોર્ટમાં રિયાના વકીલ સતીશ માનશિંદેની ત્રણ દલીલ

1. NCBએ પૂછપરછ દરમિયાન રિયા પર આરોપ કબૂલ કરવા દબાણ આપ્યું હતું.

2. રિયાની પૂછપરછ દરમિયાન કોઈ લેડી ઓફિસર હાજર ન હતાં.

3. રિયાને અરેસ્ટ કરવાની જરૂર ન હતી. તેની આઝાદી પર મનફાવે તેમ રોક લગાવવામાં આવી, તેને ફસાવવામાં આવી રહી છે.

રિયાની જામીન અરજી વિરુદ્ધ NCBની ચાર દલીલ

1. રિયાની પૂછપરછ દરમિયાન પ્રોટોકોલનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું.

2. રિયા વિરુદ્ધ ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સ છે.

3. ડ્રગ્સ કેસમાં અરેસ્ટ થયેલા ઘણા લોકોએ રિયા સાથે સંપર્ક હોવાની વાત સ્વીકારી છે.

4. આ કેસમાં જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સની માત્રા ભલે ઓછી હોય, પણ કિંમત 1,85,200 રૂપિયા છે.

ED ડ્રગ્સ કેસમાં પૈસાની લેવડ-દેવડની તપાસ કરી શકે છે

સુશાંત કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી એજન્સી ED નવો કેસ ફાઇલ કરી શકે છે. EDના એક ઓફિસરનું કહેવું છે કે ‘નવો કેસ ફાઇલ કરવા માટે કાનૂની સલાહ લઈ રહ્યા છીએ. અગાઉ અમે સુશાંતના પિતા કેકે સિંહની ફરિયાદ પર કેસ ફાઇલ કર્યો હતો, જે સુશાંતના બેન્ક ખાતામાંથી પૈસા કાઢવા સાથે જોડાયેલો હતો. જ્યારે નવો કેસ NCBની તપાસના આધારે હશે, કારણ કે ડ્રગ્સ કેસમાં ઘણા અરેસ્ટ થયા છે. ED ડ્રગ્સની સ્મગલિંગ અને ખરીદીથી કમાયેલા પૈસાના એન્ગલને પણ જોશે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here