Saturday, September 24, 2022
HomeRBIએ સતત બીજી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નહીં, આમ આદમીને...
Array

RBIએ સતત બીજી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નહીં, આમ આદમીને ફટકો

- Advertisement -

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલીસ કમિટીની બેઠકમાં રેપો રેટમાં કોઇ ફેરફાર કરાયો નથી. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રેપો રેટને 4 ટકા અને રિવર્સ રેપો રેટને 3.35 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. મૉનેટરી પૉલિસી કમિટીએ રેપો રેટને 4% પર બનાવી રાખો. રેપો રેટમાં ઘણા બદલાવ થશે, આ વાતની ઉમ્મીદ પહેલાથી જ ઓછી હતી. તેની પહેલા ઑગસ્ટમાં પણ MPC એ પૉલિસી રેટમાં કોઈ બદલાવના કરીને તેના 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર છોડી દીધા હતા. ફેબ્રુઆરી 2019 થી અત્યાર સુધી MPC એ રેપો રેટમાં 2.50 ટકાની મોટી કપાત કરી ચુક્યા છે.

RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે સામાન્ય માણસને EMIમાં કોઈ રાહત નહીં મળે. આ સાથે રેપોરેટમાં કોઈ બદલાવ કરાયો નથી. હાલમાં રેપો રેટ 4 ચકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે. RBI ગર્વનરે કહ્યું કે ચાલુ નાણાંકીય વર્ષના અંતમાં ત્રિમાસિક જીડીપી ગ્રોથ પોઝિટિવ રહેશે. આ સાથે તેઓએ એમ પણ કહ્યું કે દરેક સેક્ટરમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે.

આ પહેલાં ઓગસ્ટમાં એમપીસીની 24મી બેઠકમાં RBI એ રેપોરેટમાં કોઈ ફેરફાર કર્યા ન હતા. આ 4 ટકા પર કાયમ છે અને સાથે જ રિવર્સ રેપોરેટમાં પણ 3.35 ટકા પર સ્થિર છે. આ બેઠકમાં રેપો રેટ ઘટાડાવમાં આવી શકે છે. ગ્રાહકોને ઈએમઆઈમાં રાહત મળશે. રિઝર્વ બેંકના ગર્વનરની અધ્યક્ષતા વાળી એમપીસીને 31 માર્ચ 2021 સુધી વાર્ષિક મોંઘવારી દરને 4 ટકા પર રાખવાનું કામ અપાયું છે.તે વધુમાં વધુ 6 ટકા અને ઓછામાં ઓછા 2 ટકા સુધી જઈ શકે છે.

RBI ગવર્નરે કહ્યુ કે મૉનેટરી પૉલિસી કમિટીના બધા સભ્યોએ એકમતથી રેપો રેટ 4% પર બનાવી રાખાવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે જ અર્થવ્યવસ્થા માટે “accomodative” વલણ અકબંધ રાખ્યુ છે. ગવર્નરે કહ્યુ કે જ્યાં સુધી જરૂરત હશે RBI સપોર્ટ કરશે.

સરકારે મૉનેટરી પૉલિસી કમિટી (MPC) માં 7 ઑક્ટોબરના ત્રણ નવા સભ્યોની નિયુક્ત કર્યા હતા. તેની પહેલા જૂના સભ્યોની મુદત પુરી થતાં નીતિ સમીક્ષા મુલતવી રાખવી પડી. પહેલી ઓક્ટોબરે પોલિસી રેટની ઘોષણા કરવામાં આવી હતી. આ વખતે સમિતિમાં ત્રણ નવા સભ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular