કોરોનાની અસર : રમતમંત્રી રિજિજૂએ કહ્યું, લોકડાઉન સમાપ્ત થતા જ ટોપ એથલીટ્સની ટ્રેનિંગ શરૂ થશે, આ માટે 6 સદસ્યોની કમિટી બનાવી

0
7

રમત મંત્રી કિરણ રિજિજૂએ સોમવારે કહ્યું કે, લોકડાઉન સમાપ્ત થતા જ દેશના ટોપ એથલીટ્સ ટ્રેનિંગ શરૂ કરી શકશે. આ યોજના તૈયાર કરવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સાઈ)ના 6 સદસ્યોની એક કમિટી બનાવી છે. કમિટીના સદસ્યો અલગ અલગ રમતના સંગઠનો અને ખેલાડીઓ સાથે વાત કરીને પ્લાન તૈયાર કરશે.

કમિટીની આગેવાની સાઈના સચિવ કરી રહ્યા છે

6 સદસ્યની કમિટીની આગેવાની સાઈના સચિવ રોહિત ભારદ્વાજ કરી રહ્યા છે.. તેમના સિવાય ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમના અધ્યક્ષ રાજેશ રાજાગોપાલન, એસએસ રોય, એસ સારલા, બીકે નાયક અને ટોપના આસિસ્ટન્ટ ડાયરેકટર સચિન કુમાર સામેલ થશે. કોરોનાના કારણે 14 માર્ચથી જ ટ્રેનિંગ બંધ છે.

ખેલાડીઓના સ્વાસ્થ્ય સાથે કોઈ સમાધાન નહીં: રિજિજૂ

રિજિજૂએ કહ્યું કે, ખેલાડીઓનું આરોગ્ય અમારી પ્રાથમિકતા છે. લોકડાઉન સમાપ્ત થયા પછી ટ્રેનિંગ શરૂ થશે. અગાઉ જે ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા છે તેવા ખેલાડીઓ તેમની પ્રેક્ટિસ શરૂ કરશે. આ પછી સાંઈનાં ટ્રેનિંગ સેંટર્સ શરૂ થશે.

ખેલાડીઓની માંગ- સાઈ સેંટર્સમાં ટ્રેનિંગ કરવાની પરવાનગી મળે

ટ્રેક અને ફિલ્ડ સાથે જોડાયેલા એથલીટ્સ રમત મંત્રાલય સાથે સતત વાત કરી રહ્યા છે કે, તેમને સાઈ સેંટર્સમાં ટ્રેનિંગ કરવાની પરવાનગી મળે. જોકે હજી સુધી પરવાનગી મળી નથી. આ વચ્ચે મંત્રાલય પણ બોક્સિંગ અને રેસલિંગ જેવી રમતો જેમાં ખેલાડીઓનો એકબીજા સાથે સંપર્ક વધુ હોય છે, તેમાં ટ્રેનિંગ શરૂ કરાવવાના રસ્તા શોધી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here