ઇંદોર : બિજનેસ વર્લ્ડની પ્રખ્યાત મેગેજીન ફોર્બ્સ ઇંડિયાના સર્વે દ્વારા ટોપ બેબીકોર્ન કંપનીઓની પસંદગી કરવામાં આવી છે. દેશભરની 500 કંપનીઓ વચ્ચે ઇંદોરના એક સ્ટાર્ટઅપને તેમાં પ્રથમ સ્થાન મળ્યું છે. બિજનેસ મૉડલ અને ગ્રોથના આધાર પર પસંદ થયેલી શૉપ કિરાનાને ફોર્બ્સ ઇંડિયાએ જુલાઇના અંકમાં કવર પેજ પર જગ્યા આપી છે. આ મધ્ય પ્રદેશની પહેલી શૉપ છે જેને આ ઉપલબ્ધિ મળી છે.
ત્રણ મિત્રો- દીપક ધનોતિયા, તનુતેજસ સારસ્વત અને સુમિત ઘોરાવતે 2015માં આ સ્ટાર્ટઅપ શરુ કર્યું હતું. તેમાં અમેરિકા અને જાપાનની કંપનીઓ તરફથી 14 કરોડ રૂપિયાની ફંડીગ મળી છે. દીપકે જણાવ્યું કે ફોર્બ્સ ઇંડિયાએ લગભગ બે મહિના પહેલા સર્વે શરૂ કર્યો હતો. દોઢ મહિના પહેલા તેમના એડીટર ટીમ સાથે અમને મળવા આવ્યા હતા. લગભગ એક મહિના સુધી તેમણે અમારી કંપનીની સંપુર્ણ જાણકારી મેળવી. દીપક અનુસાર ફોર્બ્સની ટીમે તેમને જણાવ્યું કે આજ સુધી મધ્યપ્રદેશની કોઇ કંપનીને તેમના કવર પેજ પર સ્થાન નથી મળ્યું.
ફોર્બ્સે પહેલા 50 કંપનીની પસંદગી કરી
ફોર્બ્સની ટીમે બેબીકોર્ન કંપનીઓની પસંદગી માટે દેશભરની 500માંથી 50 કંપનીઓની પસંદગી કરી હતી. ત્યારબાદ પ્રકાશિત કરવા માટે તેમાંથી 10 કંપનીઓની પસંદગી કરી. તેમની સક્સેસ સ્ટોરી જુલાઇ અંકમાં પ્રકાશિત થઇ રહી છે પરંતુ શૉપ કિરાનાનું બિઝનેસ મોડલ અને કંપનીની ગ્રોથે એટલા પ્રભાવિત કર્યા કે મેગેઝીનના કવર પેજ પર છાપવાનો નિર્ણય લીધો.
ચાર વર્ષ પહેલા કરી સ્ટાર્ટઅપની શરૂઆત
તનુતેજસ અને સુમિતે જણાવ્યું- કંપનીની શરુઆત અમે 2015માં ઇંદોરથી કરી હતી. પહેલા વર્ષનું ટર્નઓવર લગભગ બે કરોડ હતું. ત્રણ વર્ષ સુધી લગાતાર મહેનત કરી. ગત વર્ષે અમને અમેરિકાની બૈટર કેપિટલ, જાપાનની ઇન્ક્યૂબેટ ફંડ અને ભારતીની નોકરી ડોટ કોમે મળીને 14 કરોડ રૂપિયાની ફંડીગ આપી. ફંડીગ મળ્યા બાદ અમે ફેબ્રુઆરીમાં જયપુર, સુરત અને વડોદરામાં પણ ઓપરેશન્સ શરૂ કર્યા છે. આગલા મહિને લખનૌ, કાનપુર અને વારાણસીમાં પણ બિઝનેસ શરૂ કરીશું. ટોપ બેબીકોર્નમાં પસંદગી પાછળ કંપનીનો ગ્રોથ મહત્વનો રહ્યો છે જેમાં અત્યારે ટર્નઓવર 200 કરોડ છે.
શું છે બેબીકોર્ન કંપનીઓ ?
વાર્ષિક હજાર કરોડનો વેપાર કરતી કંપનીઓને યૂનિકોર્ન કહેવામાં આવે છે. એવી કંપનીઓ જેમનું ટર્નઓવર યુનિકોર્ન્સથી દસ ગણુ ઓછુ છે પણ તેમાં એક થી બે વર્ષમાં યુનિકોર્ન બનવાની ક્ષમતા છે તેમને બેબીકોર્ન કહેવામાં આવે છે.