Saturday, September 18, 2021
Homeઅહીં કિસ કરવાની મનાઈ : કપલ્સની કિસિંગથી પરેશાન થઈ રસ્તા પર લખાવી...
Array

અહીં કિસ કરવાની મનાઈ : કપલ્સની કિસિંગથી પરેશાન થઈ રસ્તા પર લખાવી દીધુ નો કિસિંગ ઝોન

મુંબઈની એક સોસાયટીએ ખુલ્લેઆમ કિસિંગને વાંધાજનક ગણાવતા પોતાની કોલોનીના ગેટ પર NO KISSING ZONEનું બોર્ડ લગાવી દીધુ છે. આસપાસના રસ્તા પર પણ NO KISSING ZONE લખી દીધુ છે. સોસાયટીએ આ બોર્ડ મુકવા પાછળ ખુલ્લેઆમ થઈ રહેલી અશ્લીલતાને જવાબદાર ઠેરવી છે.

સોસાયટીના લોકોનું કહેવું છે કે લોકડાઉનના સમયથી જ કેટલાક કપલ્સ તેમની સાસોયટીની નજીકના રસ્તા પર આવવા લાગ્યા હતા. ઘણા કપલ્સ રસ્તા પર જ એક-બીજાને કીસ કરતા હતા. આ બાબત તેમને વાંધાજનક લાગતી હતી.

બોર્ડ લાગ્યા પછી હવે નથી આવી રહ્યાં લોકો
મામલો બોરિવલીની સત્યમ શિવમ સુંદરમ સોસાયટીનો છે. સોસાયટીના લોકોનું કહેવું છે કે ખુલ્લેઆમ કિસિંગ યોગ્ય નથી. સોસાયટીના લોકોને મોટાભાગે પોતાની આંખો બંધ કરીને સોસાયટીમાં એન્ટ્રી કરવી પડતી હતી. અહીંના લોકોને આ વાત યોગ્ય લાગતી નહોતી. આ બાબતથી હેરાન થઈને સોસાયટીએ ગેટની બહાર NO KISSING ZONE એમ લખ્યું હતું. તે પછીથી અહીં કપલ્સનું આવવાનું ઓછું થઈ ગયું છે.

પોલીસની કાર્યવાહીના અભાવે ઝોન બનાવવાની ફરજ પડી
સોસાયટીના એક સભ્યએ સૌથી પહેલા રસ્તાની નજીક કપલ્સને કિસ કરતા જોયુ હતું. તેમણે તેનો વીડિયો બનાવીને સ્થાનિક કોર્પોરેટર અને પોલીસને મોકલ્યો. જોકે કોઈ કાર્યવાહી ન થઈ. તે પછી સોસાયટીના સભ્યોએ ચર્ચા-વિચારણા કરીને પોતે જ આ અંગે નિર્ણય કર્યો.

સોસાયટીના ચેરમેન અને એડવોકેટ વિનય અનસુરકારનું કહેવું છે કે અમે લોકો કપલ્સની વિરુદ્ધ નથી. જોકે અમે તેમની હરકતોની વિરુદ્ધ છે. આવું અમારા ઘરને સામે થઈ રહ્યું હતું. સોસાયટીમાં ઘણા બાળકો અને વૃદ્ધ રહે છે. પોલીસે કોઈ કાર્યવાહી કરી રહી નથી, જ્યારે સાર્વજનિક જગ્યાઓ પર અશ્લીલ હરકત કરવા પર સજાની જોગવાઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments