બળજબરીથી વેક્સિનેશન : નાનાં બાળકોની જેમ જબરદસ્તી વેક્સિન મૂકી

0
6

બારડોલી તાલુકાનાં અમુક ગામોમાં તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રસી લેવા માટે ગ્રામજનોને જણાવવામાં આવે છતાં લોકોમાં ગેરસમજને લીધે રસી લેતા નથી. એવા સંજોગોમાં ગામના સરપંચો પણ રસી ન લેતા લોકો તેમનો દાખલો આગળ કરતા હોય છે, જેથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા 15મા નાણાં પંચના આયોજનની મીટિંગમાં સરપંચ અને ડે.સરપંચોને બોલાવવામાં આવ્યા હતા.

તાલુકાના આગેવાનોમાં રોષનો માહોલ

મળતી માહિતી મુજબ, તાલુકા વિકાસ અધિકારી દ્વારા આગોતરું આયોજન કરી સભા સ્થળે આરોગ્ય વિભાગના સ્ટાફને હાજર રાખી કોરોનાની રસી ન લેનાર ગામના પદાધિકારીઓને બળજબરીથી કોરોનાની રસી મુકાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તો ચોંકાવનારી બાબત એ છે કે ગામના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાણે કોઈ આરોપી હોય એમ સભાખંડનો દરવાજો બહારથી બંધ કરી દઈ જબરદસ્તીથી રસી મૂકવામાં આવતાં તાલુકાના ઘણા આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઘટના બાબતે સોશિયલ મીડિયા પર તાલુકા વિકાસ અધિકારીની આવી હરકતને વખોડી ટીડીઓ દ્વારા ગામના પદાધિકારીને બળજબરીથી રસી મૂકવામાં આવી હોવાની પોસ્ટ વાઇરલ થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here