શોકેસ : 24 વર્ષ પછી માર્કેટમાં Ford Broncoની રિ-એન્ટ્રી, 4 ડોર, 2 ડોર અને Bronco Sport મોડેલ સાથે શોકેસ થઈ

0
17

દિલ્હી. ફોર્ડે તેની નવી SUV Bronco શોકેસ કરી દીધી છે. આ ઓફ-રોડર SUVએ 24 વર્ષ પછી માર્કેટમાં કમબેક કર્યું છે. Ford Bronco ગાડી 31 વર્ષ સુધી માર્કેટમાં રહ્યા બાદ તેને વર્ષ 1996માં ડિસકન્ટિન્યૂ કરી દેવામાં આવી હતી. નવી Broncoની ટક્કર માર્કેટમાં Jeep Wrangler સાથે થશે. 2021 Ford Broncoના ત્રણ મોડેલ શોકેસ કરવામાં આવ્યાં છે, જેમાં 4 ડોર, 2 ડોર અને Bronco Sport સામેલ છે.  Bronco સપોર્ટ નાની 4X4 SUV છે.

ન્યૂ લુક
નવી ફોર્ડ Bronco એકદમ બોલ્ડ લુકમાં આવી છે. આ ઓફ રોડર SUV મોટા વ્હીલ્સ, ઉંચું ગ્રાઉન્ડ ક્લિયરન્સ, શોર્ટ ઓવરહેન્ગ્સ અને વાઇડ સ્ટાન્સ સાથે આવી છે, જે તેનો લુક શાર્પ બનાવે છે. 4 ડોર અને 2 ડોર મોડેલ્સમાં રિમૂવેબલ રૂફ અને ડોર આપવામાં આવ્યાં છે. SUVના ટોપ વેરિઅન્ટમાં એન્જિન, ટ્રાન્સમિશન, ટ્રાન્સફર કેસ અને ફ્યુલ ટેંક માટે ફ્રંટ બેશ પ્લેટ અને શિલ્ડ આપવામાં આવી છે.

ફીચર્સ
Bronco સ્પોર્ટમાં 8 ઇંચની ટસ્ક્રીન અને અન્ય વેરિઅન્ટ્સમાં 12 ઇંચની ટચસ્ક્રીન સિસ્ટમ આપવામાં આવી છે. ટચસ્ક્રીન SYNC 4 ઇન્ટરફેસથી સજ્જ છે. આ સિસ્ટમ ઓફ રોડ નેવિગેશન સાથે ફોર્ડપાસ પર્ફોર્મન્સ એપની પણ સુવિધા આપે છે. આ ફીચરથી યુઝર તેના ઓફ-રોડ રૂટ્સ અને એડવેન્ચરને સરળતાથી પ્લાન, નેવિગેટ અને શેર કરી શકશે. SUVમાં ક્લાસ એક્સક્લૂઝિવ ઓફ રોડ સ્પોર્ટ વ્યૂ સાથે 360 ડિગ્રી કેમેરા સિસ્ટમ આપવામાં આવી છે, જે રોક ક્રોલિંગ જેવાં એક્સ્ટ્રીમ રસ્તા પર વધારે સારી વિઝઇબિલિટી આપે છે.

સેફ્ટી ફીચર્સ

સેફ્ટી માટે ફોર્ડની આ ઓફ રોડ SUVમાં ફ્રંટ અને સાઇડ કર્ટન એરબેગ્સ, પ્રિ કલિજન સિસ્ટમ, પેડેસ્ટ્રિયન ડિટેક્શન સાથે ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ, ફોરવર્ડ કલિજન વોર્નિંગ સિસ્ટમ, બ્લાઇન્ડ સ્પોટ ઇન્ફોર્મેશન સિસ્ટમ અને લેન-કિપિંગ આસિસ્ટ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.

એન્જિન ડિટેલ્સ
નવી ફોર્ડ Broncoમાં 2.7 લિટરનું ઇકોબૂસ્ટ V6 એન્જિન આપવામાં આવ્યું છે, જે 306 bhp પાવર અને 542 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે 7 સ્પીડ મેન્યુઅલ અને 10 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન છે. આ ઉપરાંત, SUV 2.3 લિટર ઇકોબૂસ્ટ એન્જિન સાથે પણ અવેલેબલ છે, જે 266 bhp પાવર અને 420 Nm ટોર્ક જનરેટ કરે છે. બીજીબાજુ, Bronco Sportમાં 2.0 લિટર અને 1.5 લિટરનું ઇકોબૂસ્ટ એજિન આપવામાં આવ્યું છે. 2.0 લિટરવાળું એન્જિન 242 bhp પાવર અને 373 Nm ટોર્ક જનરેટ કરે છે, જ્યારે 1.5 લિટર એન્જિન 178.5 bhp પાવર અને 258 Nm ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિન સાથે 8 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે.

ઓફ-રોડ ફીચર્સ

આ પ્રીમિયમ SUVમાં એક્સક્લૂઝિવ ટેરેન મેનેજમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, જેની સાથે 7 ડ્રાઇવર સિલેક્ટેબલ મોડ્સ આપવામાં આવ્યા છે. તેમાં નોર્મલ, સ્લિપરી, સેન્ડ, ઇકો, સ્પોર્ટ, બાજા, મડ અને રોક ક્રોલ સામેલ છે. આ SUV સ્ટાન્ડર્ડ અને એડવાન્સ્ડ નામથી બે અલગ 4X4 સિસ્ટમમાં અવેલેબલ છે. નવી ફોર્ડ Bronco ટ્રેલ ટૂલબોક્સ સાથે પણ અવેલેબલ છે, જેમાં લો સ્પીડ ક્રૂઝ કન્ટ્રોલ સિસ્ટમ, ટાઇટ ઓફ રોડ ટર્નિંગ રેડિયસ માટે ટોર્ક વેક્ટરિંગ અને રોક ક્રોલિંગ માટે વન પેડલ ડ્રાઇવ એક્સલરેશન/બ્રેકિંગ સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here