ફોર્ડે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની સાથે તમામ પ્રોજેક્ટો રોક્યા : ભારત માટે નવી રણનીતી બનાવી રહી છે કંપની.

0
7

અમેરિકાની જાણીતી વાહન નિર્માતા કંપની ફોર્ડ મોટર ભારત માટે નવી રણનીતી બનાવી રહી છે. આ કારણે કંપનીએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની સાથે તમામ પ્રોજેક્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ વાત રોયટર્સના રિપોર્ટમાં કહેવામાં આવી છે. ગત વર્ષે ડિસેમ્બરમાં જોઈન્ટ વેન્ચરથી અલગ હટ્યા પછી ફોર્ડે મહિન્દ્રાને બીજો ઝટકો આપ્યો છે.

નવા સંબંધો કે પાર્ટનરશીપ સમાપ્ત કરવાના વિકલ્પ પર પણ વિચાર

એક સૂત્રોનું કહેવું છે કે કંપની મહિન્દ્રાની સાથે સંબંધ બનાવવા કે પાર્ટનરશીપ સમાપ્ત કરવાના વિકલ્પ પર વિચાર કરી શકે છે. તેમાં વાહન નિર્માણ સાથે જોડાયેલી પાર્ટનરશીપ પણ સામેલ છે. બે અન્ય સૂત્રોએ આશા વ્યક્ત કરી છે કે ફોર્ડ આ સંબંધમાં 1 મહિનાની અંદર નિર્ણય કરી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ફોર્ડના CEO જિમ ફર્લે ભારતમાં વધુ નફાનો રસ્તો દેખાડવા માંગે છે.

તાજેતરમાં જ ખત્મ થયું છે મહિન્દ્રા અને ફોર્ડનું જોઈન્ટ વેન્ચર

મહિન્દ્રા એન્ડ મહિન્દ્ર અને ફોર્ડની વચ્ચેના જોઈન્ટ વેન્ચરને લઈને એક પાર્ટનરશીપ થઈ હતી. આ અંતર્ગત બંને કંપનીઓ ભારત અને ઉભરતા બજારો માટે ઓછામાં ઓછા ત્રણ સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ(SUV) બનાવનાર હતી. 275 મિલિયન ડોલરની આ ડીલ અંતર્ગત બંને કંપનીઓ વચ્ચે સપ્લાયર, પાવરટ્રેન અને ટેક્નોલોજી શેર કરવાનો કરાર થયો હતો. આ ડીલ 31 ડિસેમ્બર 2020ના રોજ સમાપ્ત થઈ હતી.

ફર્લેના CEO બન્યા પછી મોટો ફેરફાર કરી રહી છે ફોર્ડ મોટર

ગત વર્ષે ઓક્ટોબરમાં ફર્લે CEO બન્યા પછી ફોર્ડ મોટર કંપની 11 બિલિયન ડોલરના રિસ્ટ્રકચરિંગ પ્લાન અંતર્ગત વૈશ્વિક સ્તર પર મોટો ફેરફાર કરવા જઈ રહી છે. તેમાં બ્રાઝીલમાં મેન્યુફેકચરિંગ બંધ કરવું અને ઈલેક્ટ્રિક વ્હીકલ રોલઆઉટમાં તેજી લાવવાની વાત સામેલ છે. એક સૂત્રોનું કહેવું છે કે સીમિત નાણાંકીય સાધનોને કારણે ભારત ઓછી પ્રાથમિકતામાં છે.

25 વર્ષ પહેલા થઈ હતી ફોર્ડની ભારતમાં એન્ટ્રી

ફોર્ડની ભારતમાં 25 વર્ષ પહેલા એન્ટ્રી થઈ હતી. જોકે કંપની ભારતમાં કાર બજારમાં માત્ર 3 ટકા હિસ્સેદારી પર કબ્જો કરી શકે છે. ભારતની કાર બજારમાં સુઝુકી મોટર કોર્પ અને હુન્ડાઈ મોટર્સનો કબ્જો છે. લો-કોસ્ટ કારના કારણે બંને કંપનીઓ ભારતના કાર બજાર પર હાવી થઈ ગઈ છે.

ભારતમાં સ્વતંત્ર રૂપથી ચાલુ રહેશે ફોર્ડનું ઓપરેશન

ફોર્ડના અધિકારીઓ અને એનાલિસ્ટોએ પહેલા કહ્યું હતું કે મહિન્દ્રાની સાથે પાર્ટનરશીપથી કંપનીને ભારતમાં હિસ્સો વધારવામાં મદદ મળી શકે છે, કારણ કે આ પાર્ટનરશીપથી કંપનીને ભારતમાં હિસ્સો વધારવામાં મદદ મળશે. ઓછો ખર્ચ અને રોકાણના કારણે ફોર્ડને હરીફ કંપનીઓ સાથે મુકાબલો કરવામાં મદદ મળશે. હવે ફોર્ડનું કહેવું છે કે તે ભારતમાં સ્વતંત્ર રૂપથી ઓપરેશન ચાલુ રાખશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here