આગાહી : ચોમાસું ધીમે ધીમે મધ્ય તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ ચોમાસુ આગળ વધી રહ્યું

0
3

ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. દિન-પ્રતિદિન હવામાન અને વાતાવરણમાં સતત બદલાવના પગલે દક્ષિણ-પશ્ચિમી પવન અત્યંત તીવ્ર બનતા નૈઋત્યનું ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું છે. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પાછલા અમુક દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. હવે ધીમે ધીમે મધ્ય તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ ચોમાસુ આગળ વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 16મી જૂન સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

રાજ્યના 21 જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના બુલેટીનમાં જણાવ્યા મુજબ, આગામી 12થી 16 જૂન દરમિયાન રાજ્યના 21 જેટલા જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં આ પાંચેય દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, આણંદ સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.

રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ

કયા-કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના

તારીખ ક્યાં વરસાદ પડી શકે?
12 જૂન અમદાવાદ, આણંદ, રાજકોટ, અમરેલી, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, દમણ, દાદરા અને નગર હવેલી, દક્ષિણ ગુજરાત
12-13 જૂન વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ, દમણ, દાદર નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ
13-14 જૂન વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ, દમણ, દાદર નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ
14-15 જૂન વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ, દમણ, દાદર નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, સાબરકાંઠા, અરાવલી
15-16 જૂન દાહોદ, પંચમહાલ, મહિસાગર, છોટા ઉદેપુર, વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ

​​​​​વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી
મહત્વપૂર્ણ છે કે અત્યારે વલસાડમાં કેરીની સીઝન ચાલી રહી છે, આથી વરસી રહેલો વરસાદ અને બદલાયેલું વાતાવરણ કેરીના પાક માટે નુકસાનકારક હોવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી વલસાડમાં છવાયેલા વરસાદી માહોલને કારણે અત્યારથી જ વલસાડ જિલ્લામાં જાણે અષાઢી માહોલ જામ્યો હોય એવું લાગી રહ્યું છે.

ફાઈલ તસવીર

20 જૂનથી સમગ્ર રાજ્યમાં ચોમાસું જામશે
દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન આગળ વધી રહ્યું છે, જે દક્ષિણ ગુજરાત સુધી પહોંચી જતાં વલસાડ, નવસારી, ડાંગ ઉપરાંત દાદરા-નગરહવેલી વિસ્તારમાં વરસાદ શરૂ થશે. એની સાથે જ બંગાળની ખાડીમાં પણ લો-પ્રેશર સર્જાવાની શક્યતા છે, એની અસરને પગલે 14 જૂન પછી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની વધુ અસર જોવા મળશે. જ્યારે 20 જૂન પછી અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સાથે વરસાદી માહોલ સર્જાશે અને જૂનના અંતિમ સપ્તાહ સુધીમાં રાજ્યમાં વિધિવત્ ચોમાસું બેસી જશે. એની સાથે જ 12થી 15 જુલાઈ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ નોંધાયા બાદ સારો વરસાદ પડી શકે છે.

આજે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીના વરસાદના આંકડા

જિલ્લો તાલુકો કુલ વરસાદ
ભરૂચ અંકલેશ્વર 21
ભરૂચ હાંસોટ 21
સુરત માંગરોળ 11
નર્મદા નાંદોદ 8
ભરૂચ ઝઘડિયા 4
ભરૂચ વાલિયા 3
તાપી વાલોદ 3
વલસાડ તાપી 3

ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાતમાં 11-13 જૂનથી વરસાદનાં એંધાણ
બીજી બાજુ, દક્ષિણ ગુજરાતના કિનારે વાવાઝોડાના વેગે પવન ફૂંકાઈ શકે છે. આની અસરથી કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કેરળમાં 11-13 જૂન વચ્ચે ભારે વરસાદની સંભાવનાઓ જણાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દેશભરમાં 8 જૂન સુધી 33.6 મિમી વરસાદ નોંધાયો છે, 1થી 8 જૂન સુધી નોંધાતાં એવરેજ વરસાદ (28.3 મિમી)થી 18% (5.3 મિમી) વધુ છે.

છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં કેટલો વરસાદ નોંધાયો?

વર્ષ વરસાદ (ઈંચમાં) ટકાવારી
2016 29.06 91.17 ટકા
2017 36.34 112.18 ટકા
2018 25.5 76.73 ટકા
2019 47.7 146.17 ટકા
2020 45.88 136.85 ટકા

ગત વર્ષે ગુજરાતમાં કયા મહિનામાં કેટલો વરસાદ પડ્યો?

મહિનો વરસાદ (ઈંચમાં)
જૂન 4.88
જૂુલાઈ 9.14
ઓગસ્ટ 25.78
સપ્ટેમ્બર 4.93
ઓક્ટોબર 0.73

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here