Monday, October 18, 2021
Homeઆગાહી : ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર ભારે ગાજવીજ સાથે વરસાદની શક્યતા
Array

આગાહી : ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર ભારે ગાજવીજ સાથે વરસાદની શક્યતા

મહેસાણા: ઉત્તર ગુજરાતમાં શુક્રવાર સાંજે 6 થી શનિવાર સાંજે 6 વાગ્યા સુધીમાં 24 તાલુકામાં સામાન્યથી પોણા ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 4 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં ધીમે ધીમે લો પ્રેશર સિસ્ટમ સર્જાવાનું શરૂ થશે. આ સિસ્ટમ તા.8 ઓગસ્ટ સુધીમાં સક્રિય થઇ ડિપ્રેશન કે ડીપ-ડિપ્રેશનમાં ફેરવાશે. જેને લઇ ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર ભારે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
મહેસાણા અને અરવલ્લીમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં મહેસાણા અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ અને બાકીના 3 જિલ્લામાં છુટાછવાયા હળવા વરસાદની શક્યતા છે.

ઉ.ગુ.ના બે જિલ્લામાં સારો વરસાદ
શુક્રવાર સાંજથી શનિવાર સવાર સુધી છુટોછવાયો હળવો વરસાદ રહ્યો હતો. શનિવાર સવારે 8 વાગ્યા બાદ જાણે હવે વરસાદ નહીં જ આવે તેવું વાતાવરણ સર્જાયું હતું. જોકે, સાંજે 4 વાગ્યા બાદ વાતાવરણ પલટાતાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સારો એવો વરસાદ વરસ્યો હતો. 24 કલાકના અંતે બાયડમાં સૌથી વધુ પોણા ત્રણ ઇંચ અને ધનસુરામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે ઇડરમાં 1.50 ઇંચ, વડાલી અને હિંમતનગરમાં સવા ઇંચ અને દાંતામાં 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં થયેલો વરસાદ લોકલ સિસ્ટમના કારણે વરસ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments