આગાહી : સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં 24 કલાકમાં વરસાદ પડવાની શક્યતા

0
7

રાજ્યમાં પ્રવર્તતા દક્ષિણ-પશ્ચિમના ગરમ પવનની અસરથી અમદાવાદ સહિત રાજ્યનાં 11 શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રી પાર કરી ગયો છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના સોરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. શનિવારે અમદાવાદમાં વહેલી સવારે વાદળિયું વાતાવરણ સર્જાતાં ગરમીથી રાહત રહી હતી, પરંતુ ગરમ પવનની અસરથી બપોરના 12 વાગ્યા બાદ ગરમીમાં ક્રમશ વધારો થયો હતો.

રાજકોટ, સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 41.3 ડિગ્રી
સમગ્ર રાજ્યમાં 41.3 ડિગ્રી સાથે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. ડીસા-40.6, અમરેલી-39.8, કંડલા એરપોર્ટ-39.7, કંડલા પોર્ટ- 38.6, અમદાવાદ અને ગાંધીનગર -38.5, ભાવનગર અને ભુજ-38.4 અને વલ્લભ વિધાનગરમાં 38.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. વહેલી સવારે વાદળિયા વાતાવરણ બાદ બપોર પછી બફારો વધતાં લોકો ત્રસ્ત થયાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here