સ્ટોક માર્કેટ – ભારતમાં સસ્તા શેર્સ ખરીદવા દોડ્યા વિદેશી રોકાણકારો, આ મહીને 22 મે સુધીમાં 9,089 કરોડનું રોકાણ કર્યું

0
17
  • FPIએ એપ્રિલમાં રૂ. 6,883 કરોડ અને માર્ચમાં રૂ. 61,973 કરોડના શેર્સ વેચ્યા હતા
  • 1થી 22 મેની વચ્ચે FPIએ ભારતના દેવા બજારમાં રૂ. 21,418 કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું હતું

સીએન 24 ગુજરાત

નવી દિલ્હીભારતીય બજારોથી બે મહિના દુર રહેલા વિદેશી રોકાણકારો હવે પરત ફરી રહ્યા છે. ડિપોઝિટરી ડેટા અનુસાર, મે મહિનામાં ફોરેઇન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI)એ ભારતીય શેરબજારમાં રૂ. 9,089 કરોડની ચોખ્ખી ખરીદી કરી છે. એપ્રિલની શરૂઆતમાં તેઓએ ભારતીય શેરબજારમાંથી રૂ. 6,883 કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું હતું. તે પહેલાં પણ માર્ચમાં રૂ. 61,973 કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું હતું.

વિકસિત દેશોએ બજારમાં રોકડ વધારતા ભારતમાં વિદેશી રોકાણ વધ્યું
રિલાયન્સ સિક્યોરિટીઝના સંસ્થાકીય વ્યવસાયના વડા અર્જુન મહાજને કહ્યું કે વિદેશી મૂડી ભારતમાં આવવાનું એક કારણ એ પણ હોઈ શકે કે અમેરિકા, જાપાન, બ્રિટન અને યુરોપિયન યુનિયને મોટા પાયે અર્થતંત્રમાં રોકડ વધાર્યું છે.

ડેટ માર્કેટમાં વિદેશી રોકાણકારોએ રૂ. 21,418 કરોડનું વેચાણ કર્યું
ફેબ્રુઆરી 2020માં FPIએ ભારતીય શેરબજારમાં રૂ. 1,820 કરોડથી વધુના શેરો ખરીદ્યા હતા. મે 1-૨૨ વચ્ચે, FPIએ જ્યાં રૂ. 9089 કરોડના શેરની ચોખ્ખી ખરીદી કરી હતી, તે જ સમયગાળામાં તેઓએ બજારમાં રૂ. 21,418 કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું હતું. આશીકા સ્ટોક બ્રોકિંગના રિસર્ચ હેડ આશુતોષ મિશ્રાએ જણાવ્યું હતું કે, આ મહિને FPIને થોડા જ ભારતીય શેર્સ આકર્ષક લાગી રહ્યા છે. આ મહિને FPI પાસેથી વધુ ખરીદી માટેનું મુખ્ય કારણ એ છે કે તેઓએ 7 મેના રોજ હિન્દુસ્તાન યુનિલિવરની રૂ. 25,000 કરોડની બ્લોક ડીલમાં વધુ ભાગ લીધો હતો.

FPIએ છેલ્લા 15 સત્રોમાંથી 12માં ચોખ્ખું વેચાણ કર્યું છે
મિશ્રાએ જણાવ્યું હતું કે મે મહિનામાં 15 ટ્રેડિંગ સત્રોમાંથી છેલ્લા 12માં FPIએ ખરીદી કરતા વધુ વેચ્યા હતા. મોર્નિંગ સ્ટારના સિનિયર એનાલિસ્ટ મેનેજર હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું કે ચાલુ વર્ષે શેરોમાં ભારે ઘટાડો અને ડોલર સામે રૂપિયાની નબળાઈને કારણે વિદેશી રોકાણકારોને ભારતીય બજારમાં પ્રવેશવાની મોટી તક મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here