Saturday, June 3, 2023
Homeગુજરાતમેડિકલ સામાનની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો

મેડિકલ સામાનની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો

- Advertisement -

ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવનાર અમીરગઢ પાસે આવેલી રાજસ્થાનની માવલ પોલીસ ચેકપોસ્ટ પરથી કન્ટેનરમાં મેડિકલ કોલેજના સમાનની આડમાં વિદેશી દારૂ ગુજરાતમાં પ્રવેશે તે પહેલા રાજસ્થાન પોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં કન્ટેનર રાજસ્થાન તરફથી દારૂ ભરી ગુજરાતમાં ઘુસાડે તે પહેલા રાજસ્થાન પોલીસને કન્ટેનર પર શંકા જતા તેને રોકાવી તપાસ કરતા મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે કન્ટેનર સહિત એક ઈસમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની ગુજરાતમાં તસ્કરી થઇ રહી છે. ત્યારે રાજસ્થાન પોલિસ માવલ ચેકપોસ્ટ પાસે રૂટિંન ચેકીંગમાં હતા તે સમય દરમિયાન બાતમી હકીકત આધારે ત્યાંથી પસાર થતા એક કન્ટેનરને રોકાવી ચાલકની પૂછપરછ કરતા તેમાં કોલેજનો સામાન હોવાનું જણાવતા પોલોસને શંકા જતા પોલીસે તેને સાઈડમાં રોકાવી કન્ટેનરમાં તાપસ કરતા ચાલક પાસેથી સીલ ખોલાવી તેમાં વિદેશી દારૂની પેટીઓ ભરેલ જોતા પોલીસે ટ્રકના ચાલક ફતેસિંહ ઉદેસિંહ રાજપૂત રહે. ઉદેપુર રાજસ્થાનવાળાની અટકાયત કરી પકડાયેલ વિદેશી દારૂની પેટીઓ તેમજ કુલ મુદ્દામાલ વીસ લાખથી વધુનો હતો જેને કબ્જે કરી કન્ટેનર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી રાજસ્થાન આબુરોડ પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular