અમદાવાદ : નરોડા રિંગ રોડની સાંઈ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

0
76

(અહેવાલ : રવિ કાયસ્થ )

ગાંધીના  ગુજરાતનાં દારૂ એ આમ બાબત થઇ ગઈ છે. આ કહેવાતી દારૂ બંધીને નામે ગુજરાતમાંથી રોજે લખો રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં આવે છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના નરોડા રિંગ રોડ પાસે આવેલી સાંઈ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી પોલીસે 50 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડ્યો છે.  પોલીસ ને મળેલી બાતમી ને આધારે પોલીસે આ ગોડાઉન જડતી લીધી હતી અને તે દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો.

પોલીસે બાતમીના આધારે કરેલી કાર્યવાહીમાં એક ગોડાઉનમાંથી ખાદ્ય તેલના ડબ્બાની પાછળ વિદેશી દારૂની 50 પેટી જપ્ત કરાઈ છે. મુદ્દામાલ સાથે પોલીસે સચિન બીજ નામની વ્યક્તિની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે સચિન બીજ અમદાવાદના મેઘાણીનગરમાં રહે છે અને દારૂના વ્યવસાય સાથે સંકળાયેલો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here