અરવલ્લી : શામળાજી પાસે પહાડીયા અને કડવથમાં સસ્પેન્ડેડ કોન્સ્ટેબલના મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો

0
18

મોડાસા: શામળાજી પાસે પહાડીયા અને કડવથમાં સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલના રહેણાંક મકાન, દુકાન અને વાહનોમાં ગુપ્તખાના બનાવી સંતાડવામાં આવેલો રૂ. 2,46,260નો વિદેશી દારૂનો જથ્થો સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ઝડપી પાડતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે 3 શખ્સોને ઝડપી પાડી આ ગુનામાં સામેલ સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલ સહિત 4 શખ્સોને ઝડપી પાડવા કવાયત હાથધરી છે.

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હિંમતનગર ઉદેપુર હાઇવે પર શામળાજી જકાતનાકા પાસેના પહાડીયા અને કડવથ ગામે રેડ કરી સસ્પેન્ડેડ પોલીસના રહેણાંક મકાન,દુકાન તથા ગોડાઉનના ગુપ્તખાના અને વાહનના ગુપ્તખાના માંથી વિદેશી દારૂ તથા બિયરના 1123 નંગ મળી આવ્યા હતા.પોલીસે રૂ.2,46,260નો વિદેશી દારૂનો જથ્થો ઇકો-2, મોબાઇલ નંગ 6 રોકડ 4600 સહિત કુલ રૂ.6,62,860નો મુદ્દામાલ કબજે લઇ સોમાભાઇ ભેમાભા ડોડીયાર રહે.પહાડીયા, જાબચિતરીયા તા.ભિલોડા, રામઅનુગ્રાહ માનસિંહ ગુર્જર રહે.પહાડીયા મૂળ રહે.ઉરઇ ન્યુ પટેલનગર જી.ઝાલોન(યુ.પી),રામવિંદ રામજીભાઇ યાદવ રહે.પહાડીયા મૂળ રહે.માનપુર જી.ઝાલોન(યુ.પી) સામે ગુનો નોંધી વોન્ટેડ આરોપી પ્રભુદાસ સોમાભાઇ ડોડીયાર(સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલ અમદાવાદ શહેર)હાલ રહે.પહાડીયા તથા કડવથ જિલ્લો ભિલોડા તથા રાણીપ પોલીસલાઇન અમદાવાદ અને કમલેશ ઉર્ફે ફૌજી સોમાભાઇ ડોડીયાર રહે.પહાડીયા અને સ્થળ ઉપરથી મળેલ બે મોબાઇલ ધારકો અને વિદેશીદારૂનો જથ્થો પૂરો પાડનાર શખ્સને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.