પાકિસ્તાની વિદેશ મંત્રીનો લવારોઃ કહ્યું-જંગ માટે છીએ તૈયાર

0
27

જમ્મુ અને કાશ્મીરમાંથી ભારત સરકારે આર્ટિકલ 370 હટાવી લીધા પછી પાકિસ્તાનનો ગભરાટ દિવસે ને દિવસે વધતો જાય છે. આટલા દિવસો થઈ ગયા પછીય હજુય પાકિસ્તાનના નેતાઓ આર્ટિકલ 370 મુદ્દે કંઈ ને કંઈ લવારો કરી રહ્યા છે અને એ બહાને મીડિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે. તાજેતરમાં પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ ફરી એક વાર લવારો કર્યો છે કે પાકિસ્તાન ભારત સાથે યુદ્ધ લડવા તૈયાર છે.

એક તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે ક્યાંયથી સમર્થન નથી મળી રહ્યું. બીજી તરફ અમેરિકાએ પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તે આ મુદ્દે કોઈ મધ્યસ્થી નહીં કરે. એવા સમયે ઈસ્લામાબાદમાં કાશ્મીર પર આયોજીત એક સેમિનારમાં કુરૈશીએ કહ્યું હતું કે કાશ્મીરીઓની સુરક્ષા માટે પાકિસ્તાન કોઈ પણ હદ સુધી જશે. ભારતે કાશ્મીરમાં ગેરકાનૂની રીતે તણાવ ઊભો કર્યો છે અને આવામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ જેવા હાલાત ઊભા થઈ શકે છે. જોકે એવું કંઈક થાય તો પાકિસ્તાન યુદ્ધ માટે એકદમ તૈયાર છે.

બોખલાયેલા કુરૈશીએ એમ પણ કહ્યું હતું કે આવતા મહિને તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભમાં પણ આ મુદ્દાને ઊઠાવશે. જોકે યુએને પહેલાં જ આ મુદ્દે સ્પષ્ટ કરી દીધું છે કે કાશ્મીર એ ભારતનો આંતરીક મામલો છે.

તમને જણાવી દઈએ કે ન્યૂ યોર્ક ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યુમાં પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાને પણ કહ્યું હતું કે તેઓ ભારત સાથે વાતચીત કરવા તૈયાર છે, પરંતુ જો ભારતે પાકિસ્તાનની વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી કરી તો પાકિસ્તાન તેનો જવાબ દેવા માટે મજબૂર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here