ગુજરાત : રાજ્યમાં નવા કેસો સામે ડિસ્ચાર્જ થનાર વધ્યા, વતન તરફ પગપાળા જતાં પરપ્રાંતિયોને રોકીને શેલ્ટર હોમ મોકલાશે,

0
10
  • ગુજરાતમાં કોરોનાથી થતાં મોતની ઝડપ ઘટી, 8 દિવસમાં સૌથી ઓછાં મોત
  • રાજ્યમાં કોરોનાથી વધુ 21નાં મોત, એક દિવસમાં 398 નવા કેસ નોંધાયા
  • રાજ્યમાં 21નવા મોત સાથે કુલ મૃત્યુઆંક 493, અમદાવાદમાં 18 સાથે કુલ મોત 381

રાજ્યમાં  9મેની સાંજથી 10મેની સાંજ સુધીમાં કોરોનાના 398 નવા કેસ નોંધાયા છે અને 21 દર્દીના મોત થયા છે. આમ અત્યાર સુધીમાં 8195 દર્દી નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 493 અને 2545 દર્દી સાજા થયા છે.

પગપાળા ચાલીને જતાં લોકોને રોકીને શેલ્ટર હોમમાં રાખવામાં આવશે ત્યારબાદ વહીવટી તંત્રના સંકલનમાં રહીને તેમને વતન પહોંચાડવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. એવી બાંહેધરી રાજ્યના પોલીસવડાએ આપી છે. રાજ્યમાં પહેલીવાર નવા કેસો સામે આવ્યા તેના કારણે ડિસ્ચાર્જ થનારની સંખ્યા વધારે હતી. જેમાં 24 કલાકમાં 398 નવા કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં 454 દર્દીને રજા આપવામાં આવી હતી.

નવી ગાઈડલાઈન પ્રમાણે રાજ્યમાં 454 દર્દીને રજા આપી

રાજ્યમાં પહેલીવાર છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસો કરતા ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધારે છે. રાષ્ટ્રીય ડિસ્ચાર્જ રેટ 30.75% છે જ્યારે ગુજરાતનો ડિસ્ચાર્જ દર 32.64% થયો છે. 1 મેનાં દિવસે ડિસ્ચાર્જ રેટ 15.58% હતો, જે બમણો થઈ ગયો છે. રાજ્યમાં કોરોનાની અપડેટ વિગતો આપતા ગઈકાલે આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે, નવી ગાઈડલાઈન પ્રમાણે રાજ્યમાં 454 દર્દીને રજા આપી છે. જ્યારે 24 કલાકમાં 398 નવા કેસ નોંધાયા છે અને 21 દર્દીના મોત થયા છે. આમ અત્યાર સુધીમાં 8195 દર્દી નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક 493 થયો છે અને 2545 દર્દી સાજા થયા છે.  નવા નોંધાયેલો કેસોમાં અમદાવાદમા 278, સુરતમાં 41, વડોદરામાં 25, ગાંધીનગરમાં 10, મહેસાણા અને ગીર-સોમનાથમાં 8-8, સાબરકાંઠામાં 6, બનાસકાંઠામાં 4, પાટણ અને બોટાદમાં 3-3, પંચમહાલ, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં 2-2 તેમજ આણંદ, કચ્છ અને મોરબીમાં 1-1 કેસ નોંધાયા છે.

દેશમાં શ્રમિકો માટે 364માંથી 167 ટ્રેન ગુજરાતથી રવાના થઈ

લૉકડાઉનની સ્થિતિ મજૂરો વતનના રાજયમાં જવા માટે મીટ માડી રહ્યા છે ત્યારે દેશના વિવિધ રાજયોમાં કુલ 364 ટ્રેન અત્યાર સુધી શ્રમિકોને મોકલવા માટે રવાના કરાઇ હતી. આ પૈકી 167 ટ્રેનના 46 ટકા સાથે ગુજરાતે તમામ રાજ્યો કરતાં સૌથી વધારે ટ્રેન શ્રમિકો માટે અન્ય રાજયોમાં દોડાવી હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું. મુખ્યમંત્રીના સચિવે કહ્યું હતું કે,10મી રાત્રે એક કલાક સુધીના આંકડા પ્રમાણે દેશના મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી 364 ટ્રેન જે તે રાજ્યમાંથી શ્રમિકોને તેમના વતનમાં પહોંચાડવા માટે રવાના કરવામાં આવી હતી.

શ્રમિકો વતન પહોંચાડવાની કાર્યવાહી કરાશે

જે શ્રમિકો પોતાના વતન જવા ઇચ્છતા હોય તેમને મોકલવાની કાર્યવાહી ચાલુ છે છતાં હજુ પણ કેટલાક લોકો રસ્તા ઉપર ચાલીને વતન જઇ રહ્યા હોવાનું ધ્યાને આવ્યું છે, જેથી પોલીસના તમામ એકમોને સૂચના અપાઇ છે કે પગે ચાલીને જતાં લોકોને રોકીને શેલ્ટર હોમમાં રાખવામાં આવે અને ત્યારબાદ વહીવટી તંત્રના સંકલનમાં રહીને આ લોકોને વતન પહોંચાડવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેમ રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું.

‘અમને વતને જવા નહીં મળે’ એમ વિચારીને ચાંગોદરમાં શ્રમિકોએ એકસાથે દોટ મૂકી

રાજ્ય સરકારે રવિવારથી ટ્રેનમાં 1200ના બદલે 1600 શ્રમિકોની બેઠક વ્યવસ્થા કરી છે. રવિવારે ઉત્તર પ્રદેશની 10 ટ્રેનોમાં 16 હજાર શ્રમિકોને બેસાડવામાં આવ્યા હતાં. ચાંગોદરમાં વતન જવાની માગ સાથે રવિવાર સવારે સંખ્યાબંધ શ્રમિકોએ ‘અમને વતન જવા નહીં મળે અમે રહી જઈશું’ એમ વિચારીને પોલીસની હાજરીમાં જ રસ્તા પર દોટ મૂકી હતી. હજારોની સંખ્યામાં ઊમટી પડેલા આ ટોળાંએ સોશિયલ ડિસ્ટન્સિંગનુ સહેજ પણ પાલન કર્યું ન હતું.

 

કુલ 8195 દર્દી, 493ના મોત અને 2545ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 5818 381 1373
વડોદરા 518 31 291
સુરત 895 39 468
રાજકોટ 66 01 30
ભાવનગર 94 06 42
આણંદ 78 06 63
ભરૂચ 28 02 25
ગાંધીનગર 129 05 32
પાટણ 27 01 19
નર્મદા 12 00 12
પંચમહાલ 61 04 27
બનાસકાંઠા 81 03 33
છોટાઉદેપુર 14 00 13
કચ્છ 08 01 06
મહેસાણા 50 01 20
બોટાદ 56 01 16
પોરબંદર 03 00 03
દાહોદ 20 00 04
ખેડા 29 01 08
ગીર-સોમનાથ 12 00 03
જામનગર 26 02 02
મોરબી 02 00 01
સાબરકાંઠા 23 02 03
મહીસાગર 44 01 13
અરવલ્લી 73 02 22
તાપી 02 00 02
વલસાડ 06 01 04
નવસારી 08 00 07
ડાંગ 02 00 02
દેવભૂમિ દ્વારકા 04 00 00
સુરેન્દ્રનગર 03 00 01
જૂનાગઢ 02 00 00
અન્ય રાજ્ય 01 00 00
કુલ  8195 493 2545

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here