વન મંત્રી રમણ પાટકરને થયો કોરોના, સારવાર હેઠળ

0
3

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત્ છે. કોરોનાની સંખ્યા 37 હજારની પાર પહોંચી છે. ધારાસભ્યો, મંત્રીઓ પણ કોરોનાનો શિકાર બની રહ્યા છે. ગઇકાલે કોંગ્રેસના ધારાસભ્ય ગેની બેન તેમજ ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે વધુ એક મંત્રી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

મંત્રી રમણ પાટકરને યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં કોરોનાની સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. રમણ પાટકર ગઈકાલે હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે ગયા હતા. જેના બાદ તેઓમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા કોરોનાનો રિપોર્ટ કરાવાયો હતો. તબિયત નાદુસ્ત હોવાથી તેઓએ આજે કેબિનેટમાં ન આવવાનો પણ નિર્ણય કર્યો હતો, પરંતુ તે પહેલા જ તેઓને હોસ્પિટલ દાખલ કરાયા હતા.

રમણ પાટકર આ અગાઉ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને યોજાયેલી અનેક મીટિંગોમાં હાજર રહ્યા હતા. પરંતુ તેમની તબિયત નાદુરસ્ત રહેતા તેઓ જાતે જ ટેસ્ટ કરાવવા પહોંચ્યા હતા. હાલ તેઓ સારવાર હેઠળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here