સુરત: સામાન્ય રીતે આપણે અનેક પ્રકારની સંસ્થાઓ ,કે એનજીઓ જોયા જ હશે કે, જે ગરીબ લોકો માટે શિક્ષણ, ભોજન વગેરે જેવી વસ્તુઓ પૂરી પાડતું હોય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, સુરત શહેરમાં એક એવું એનજીઓ ચાલી રહ્યું છે કે, જ્યાં બ્યુટી પર કામ કરવામાં આવે છે. ગરીબ વર્ગની દીકરીઓ કે, જેઓ મોંઘા મોંઘા હાઈ પ્રોફેશનલ સલૂનમાં જઈ શકતી નથી, તેવા લોકો માટે K2 બ્યુટી બાર NGO કાર્યરત છે. આ સંસ્થા દ્વારા વધારે પડતો ખર્ચ કરી ન શકતી દીકરીઓ માટે બ્યુટી, હેર, સ્કિન અને લગતી પ્રોડક્ટ પર K2 બ્યુટી બાર NGO કાર્ય કરી રહી છે
હાલ સલૂનમાં પણ ભાવ ખૂબ જ વધી ચૂક્યા છે. જેમ આપણે જોઈએ છીએ કે, વાળ કાપવા માટે 300 રૂપિયાથી માંડી 1,000 રૂપિયા સુધીનો ભાવ હોય છે. પરંતુ તેની સામે આ K2 બ્યુટી બાર NGO માત્ર એક જ રૂપિયામાં વાળ કાપી આપે છે. કોઈપણ મહિલા, દીકરી કે, કોઈપણ સ્ત્રીને માત્ર એક રૂપિયામાં આ NGOમાં વાળ કાપી આપવામાં આવે છે..