શ્રદ્ધાંજલિ : અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલ બારોટનું નિધન, પીએમ મોદી સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો

0
0

અમદાવાદ: શહેરના પૂર્વ મેયર પ્રફુલ બારોટનું નિધન થયું છે. તેમના અવસાન બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહિતના નેતાઓએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું, અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટના અવસાનથી દુઃખ અનુભવું છું. અમદાવાદના વિકાસ કાર્યોમાં તેઓનું યોગદાન સદાયે એમની યાદ અપાવતું રહેશે. મારી સાંત્વના આ શોકની ઘડીમાં પરિવાર અને શુભેચ્છકોની સાથે છે. ઓમ શાંતિ..!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલું ટ્વીટ…

સીએમ વિજય રૂપાણીએ પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો

રાજ્યના મુખ્યમંત્રીએ વિજય રૂપાણીએ પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કરતા જણાવ્યું કે, અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટના નિધનથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. અમદાવાદની વિકાસયાત્રામાં એમનું યોગદાન સદાય સ્મરણીય રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને ચિર શાંતિ બક્ષે અને પરીવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના…ઓમ શાંતી..

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પ્રફૂલ બારોટના નિધન પર શોક વ્યક્ત કર્યો

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ પૂર્વ મેયર પ્રફૂલ બારોટના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટજીનાં અવસાનથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. અમદાવાદનાં વિકાસ માટે એમણે કરેલા કાર્યો ક્યારેય ભૂલાશે નહીં. ઇશ્વર એમનાં દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના. ઓમ શાંતિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here