અમદાવાદ : ભાજપના પૂર્વ કોર્પોરેટરે હેરિટેજ મકાનમાં બાંધકામ કરતાં સીલ

0
0

અમદાવાદ: મામુનાયકની પોળમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર બીનાબેન મોદીનાં મકાનમાં કોઇપણ પરવાનગી સિવાય કરાયેલા બાંધકામ બદલ તેને નોટિસ આપી મ્યુનિ.એ સીલ કરી દીધું છે. હેરિટેજ મૂલ્યમાં ગણના થતાં આ મકાનમાં કરાયેલો ફેરફારથી રાજકીય રીતે મોટી ચર્ચા જગાવી છે.

હેરિટેજનું જૂનું બાંધકામ દૂર કરી પાયામાંથી ગર્ડર નાખી 
25 જુલાઇના રોજ મામુનાયકની પોળમાં આવેલા બિનાબેન મોદીના મકાનને મંજૂરી સિવાયના બાંધકામ કરવા બદલ સીલ લગાવી દેવામાં આવ્યું છે. કોઇપણ પ્રકારની લેખિત મંજૂરી સિવાય હેરિટેજનું જૂનું બાંધકામ દૂર કરી પાયામાંથી ગર્ડર નાખી પત્થર, રેતી, સિમેન્ટ, વડે સ્લેબ ભરી બીજા માળે સેકન્ડ ફ્લોરનું બાંધકામ પરવાનગી વગર કર્યું હોવાથી આ બાંધકામ દૂર કરાયું છે.

ઉપરના માળે તોડફોડ કરી સિમેન્ટનું ચણતર કર્યું હતું
મામુનાયકની પોળમાં આવેલું આ મકાન 876થી હેરિટેજ સિટીની ગ્રેડ 3ની યાદીમાં છે. ભોંયતળિયું અને પહેલા માળનું આ મકાન હેરિટેજ સિટી અંતર્ગત રક્ષિત છે. જોકે નીચેના ભાગને યથાવત રાખી ઉપરના માળને તોડી તેને સિમેન્ટનું બનાવી દેવા આવ્યું હતું.

2-3 વર્ષ પહેલાં મંજૂરી લીધી હતી
પૂર્વ કોર્પોરેટર બીનાબેન મોદીએ જણાવ્યું હતું કે, અમે બે-ત્રણ વર્ષ પહેલા મંજૂરી મેળવી હતી. પણ બાંધકામ કરી શક્યા ન હતા. હવે અમે બાંધકામ કર્યું હતું, બાંધકામમાં મંજૂરી કરતાં થોડો ફેરફાર થતાં નોટિસ મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here