મોર્નિંગ વોક પર નીકળેલા પૂર્વ BJP અધ્યક્ષની ગોળી મારી હત્યા

0
12

ઉત્તર પ્રદેશના બાગપતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ જિલ્લાધ્યક્ષ સંજય ખોખરની અસામાજિક તત્વોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટનાને 3 અજાણ્યા અસામાજિક તત્વોએ અંજામ આપ્યો છે. સંજય ખોખર મોર્નિંગ વોક પર પોતાના ખેતરે જવા નીકળી રહ્યા હતા. એ દરમિયાન અસામાજિક તત્વોએ તેમને ગોળી મારી દીધી હતી. બાગપતમાં છાપરોલી પોલીસ સ્ટેશન વિસ્તાર સવાર થતાં જ આ ઘટનાથી આઘાતમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, સંજય ખોખર મંગળવારે સવારે એકલા મોર્નિંગ વોક માટે ઘરથી નીકળ્યા હતા. એ દરમિયાન હુમલાખોરોએ તેમને નિશાન બનાવ્યા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનાને લઈને સ્થાનિક અને BJP સાથે જોડાયેલા લોકોએ પોલીસ પ્રશાસનની કાયદાકીય વ્યવસ્થાને લઈને નિરાશા વ્યક્ત કરી છે.

ખોખર કલા ગામની જુનિયર હાઈસ્કૂલના શિક્ષક હતા. મંગળવારે સવારે પોતાના ઘરથી તે તિલવાડા માર્ગ પર મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. લગભગ 2 કિમી દૂર એક ખેતર પાસે તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. ફાયરિંગનો અવાજ સાંભળીને આસપાસના ખેડૂતો ઘટનાસ્થળે પહોંચ્યા પરંતુ, ત્યાં સુધી હુમલો કરનારા ભાગી ગયા હતા. હત્યાની સનસનીખેજ ઘટના બાદ ઘટનાસ્થળે સેંકડો લોકોની ભીડ જામી ગઈ. BJP કાર્યકર્તાઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગ્રામીણોએ વધાતા અપરાધ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ઘટનાની જાણકારી મળતા જ ASP અનિત કુમાર અને CO આલોક કુમાર સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં BJPના જિલ્લાધ્યક્ષ હતા. તે કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાન અને પ્રદેશના મંત્રી સુરેશ રાણા સિવાય BJPના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવની પણ નજીકના હતા.