Thursday, October 28, 2021
Homeજમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા કોરોના પોઝિટીવ આવ્યા
Array

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા કોરોના પોઝિટીવ આવ્યા

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા કોરોના પોઝિટીવ આવ્યા છે. ફારૂક અબ્દુલ્લાના પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી. ફારૂક અબ્દુલ્લાના કોરોના પોઝિટીવ થયા બાદ સમગ્ર અબ્દુલ્લા પરિવાર ક્વોરન્ટાઈન થઈ ગયો છે. આ સાથે જ ઉમર અબ્દુલ્લાના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન થવાની સલાહ આપી છે.

ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યુ, મારા પિતા કોરોના પોઝિટીવ છે, તેમનામાં કેટલાક લક્ષણ જોવા મળી રહ્યા છે, જ્યાં સુધી અમે જાતે ટેસ્ટ કરાવીશુ નહીં. ત્યાં સુધી હુ પરિવારના અન્ય સભ્યોની સાથે ક્વોરન્ટાઈન રહીશ, હુ તમામને વિનંતી કરૂ છુ કે છેલ્લા કેટલાક દિવસોમાં અમારા સંપર્કમાં આવેલા તમામ લોકો અનિવાર્ય સાવધાની રાખે.

પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ 2 માર્ચે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઈન્સ્ટિટ્યુટ ઑફ મેડીકલ સાયન્સમાં લીધો હતો. ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે તેમના પિતા અને માતાએ કોવિડ વેક્સિનનો પહેલો ડોઝ લીધો. સાથે જ ઉમર અબ્દુલ્લાએ બીજાને પણ વેક્સિન લગાવવાની અપીલ કરી હતી.

પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યુ હતુ, સ્કીમ્સ, શ્રીનગરના ડૉક્ટર, નર્સ અને કર્મચારીઓને ધન્યવાદ. આજે મારા 85 વર્ષીય પિતા અને મારી માતાએ કોવિડ વેક્સિનનો પહેલો ડોઝ લીધો. મારા પિતાને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ઈમ્યુનો સપ્રેસેન્ટ હોવા સહિત કેટલાક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ છે. જો તેઓ વેક્સિન લગાવી શકે છે, તો આપ પણ લગાવી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments