બાબરી કેસ : ઉત્તર પ્રદેશના માજી મુખ્યમંત્રી કલ્યાણસિંહ સામે ચાર્જશીટ દાખલ, જામીન મળ્યા

0
0

લખનઉ:ઉત્તર પ્રદેશના માજી મુખ્યમંત્રી અને રાજસ્થાનના માજી રાજ્યપાલ કલ્યાણસિંહ શુક્રવારે બાબરી ધ્વંસ કેસમાં સીબીઆઈની વિશેષ કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટે તેમની વિરુદ્ધ ગુનાહિત કાવતરા સહિત અન્ય આરોપ દાખલ કર્યા છે. જો કે કલ્યાણસિંહે આ આરોપનો ઇનકાર કરી કેસ લડવાની વાત કરી છે. જો કે કોર્ટે તેમને 2 લાખના જામીન પર મુક્ત કર્યા હતા અને નવો આદેશ ન થાય ત્યાં સુધી વ્યક્તિગત હાજરીમાંથી પણ મુક્તિ અપાઈ છે.

રાજ્યપાલનું પદ બંધારણીય હોવાથી કલ્યાણસિંહને અત્યાર સુધી રક્ષણ મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં વિવાદિત માળખું પાડવા સમયે કલ્યાણસિંહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલીમનોહર જોષી, ઉમા ભારતી અને કલ્યાણસિંહ સહિત અન્યોને આરોપ મુક્ત કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમકોર્ટે 17 એપ્રિલ 2017ના રોજ રદ કરી તેમની વિરુદ્ધ કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો. રાજ્યપાલનું પદ બંધારણીય હોવાથી કલ્યાણસિંહને અત્યાર સુધી રક્ષણ મળ્યું હતું. સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં તેઓ રાજ્યપાલ પદેથી નિવૃત્ત થતા વિશેષ જજ એસ.કે. યાદવે તેમને હાજર થવા સમન્સ પાઠવ્યું હતું. શુક્રવારે તેઓ હાજર થતાં કોર્ટે તેમને જ્યુડિસિયલ કસ્ટડીમાં લઈ આરોપ દાખલ કરવાની પ્રક્રિયા પૂરી કરી હતી અને કેસ ચાલુ કર્યો હતો. અડવાણી, જોષી અને ઉમા હાલમાં જામીન પર છે અને તેમને પણ હાજરીમાંથી મુક્તિ મળેલી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here