Thursday, August 5, 2021
No menu items!
Homeઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર રોબિન જેકમેનનું 75 વર્ષની વયે નિધન.
Array

ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર રોબિન જેકમેનનું 75 વર્ષની વયે નિધન.

ઇંગ્લેન્ડ ટીમના પૂર્વ ક્રિકેટર રોબિન જેકમેનનું નિધન થયું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે આ વાતની પુષ્ટિ કરી છે. ઇંગ્લેન્ડની ટીમ માટે ડઝનથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર જેકમેનનો જન્મ ભારતમાં થયો હતો, પરંતુ પછી તે ઇંગ્લેન્ડ ગયા હતા. તેમણે 1966 થી 1982 દરમિયાન 1400 વિકેટ ઝડપી હતી. ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ તેઓ દક્ષિણ આફ્રિકામાં કોમેન્ટેટર બની ગયા હતા.

રોબિન જેકમેનના નિધન પર દુખ વ્યક્ત કરતાં આઇસીસીએ કહ્યું કે, અમે મહાન કોમેન્ટેટર અને ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બોલર રોબિન જેકમેનના નિધનથી દુખી છીએ. તેમનું 75 વર્ષની વયે નિધન થયું. તેમના પરિવાર અને મિત્રો પ્રતિ ક્રિકેટ જગતની સંવેદનાઓ.

ઉલ્લેખનીય છે કે, રોબિન જેકમેનનો જન્મ 13 ઓગસ્ટ 1945 ના રોજ થયો હતો. તેમનો જન્મ સિમલામાં થયો હતો અને તે સમયે શિમલા પંજાબનો ભાગ હતું. તેને 2012માં ગળાનું કેન્સર થયું હતું. ઇંગ્લેન્ડની ટીમમાંથી નિવૃત્તિ લીધા પછી તેઓ પત્ની સાથે દક્ષિણ આફ્રિકા સ્થાયી થયા હતા.

ઇંગ્લેન્ડની ટીમ તરફથી 4 ટેસ્ટ અને 15 વનડે મેચ રમનારા રોબિન જેકમેને 399 પ્રથમ વર્ગની મેચોમાં 1402 વિકેટ ઝડપી હતી. 1974 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનાર જેકમેને 1983 માં છેલ્લી મેચ રમી હતી. જો કે, તેની પ્રથમ વર્ગની કારકિર્દીની શરૂઆત 1966માં થઈ હતી અને ત્યારથી તે 1982 સુધી ક્રિકેટ રમતા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments