પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું 66 વર્ષની વયે નિધન, કાલે 2 વાગે થશે અંતિમસંસ્કાર

0
0

ભારતનાં પૂર્વ નાણાંમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનું 66 વર્ષની ઉંમરે અવસાન થયું છે. દિલ્હીની AIIMS ખાતે આજે બપોરે 12.07 વાગ્યે અંતિમ શ્વાસ લીધાં હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણાં દિવસથી તબિયત લથડતાં AIIMS હોસ્પિટલ દાખલ કરાયાં હતાં. તેઓનાં આવતી કાલે 2 વાગ્યે નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરાશે.

AIIMS દ્વારા આજે પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવવામાં આવ્યું હતું કે અમે ભારે દુઃખ સાથે જણાવીએ છીએ કે 24 ઓગસ્ટના રોજ 12.07 મિનિટે અરૂણ જેટલી આપણી વચ્ચે નથી રહ્યાં. ઉલ્લેખનીય છે કે અરૂણ જેટલીને 9 ઓગસ્ટના રોજ AIIMSમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને વરિષ્ઠ ડોક્ટર્સની ટીમ તેમનો ઈલાજ કરી રહી હતી.

અરૂણ જેટલીના નિધન પર પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ હતું. તેમણે લખ્યું હતું કે “અરૂણ જેટલી રાજકીય જગતનાએક દિગ્ગજ નેતા હતા અને તેમનો ભારતના નિર્માણમાંફાળો રહ્યો હતો. તેમની વિદાય એક મોટી ખોટ છે. તેમની પત્ની સંગીતાજી અને પુત્ર રોહન સાથે વાત કરીને સાંત્વના પાઠવી. ઓમ શાંતિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here