Wednesday, September 29, 2021
Homeકર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈવાળાએ રાજકારણમાં સક્રિય રહેવાના આપ્યા આ સંકેત
Array

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈવાળાએ રાજકારણમાં સક્રિય રહેવાના આપ્યા આ સંકેત

આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર સહિત વિવિધ સમાજ પોતાના સમાજમાંથી મુખ્યપ્રધાન બને તેવી માંગ કરી રહ્યા છે.તેવામાં ગઈકાલે સાંજે રાજકોટમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના નેતા વજુભાઈવાળાને ત્યાં  સામાજિક એકતા સાથે રાજકીય શક્તિ પ્રદ્રશનની મહત્વની રણનીતિ ઘડવામાં આવી છે.જેમાં રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન તેમજ અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડ, માવજીભાઈ ડોડીય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.

વજુ

મંદિર નિર્માણનું સુકાન વજુભાઈ વાળાને સોંપાશે

તેમજ પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર ખોડલધામ જેવું જ કારડીયા રાજૂત સમાજ દ્વારા ભવાની માતાજીનું મંદિર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શકિતની ભક્તિ અને સમાજમાં એકતા માટેના આ મંદિર નિર્માણનું સુકાન વજુભાઈ વાળાને સોંપાશે. લીંબડી હાઈવે પર ભવ્ય ભવાની માતાજીનું મંદિર નિર્માણનો નિર્ણય કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments