Thursday, August 5, 2021
Homeભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીબી ચંદ્રશેખરનું હાર્ટએટેકથી અવસાન
Array

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીબી ચંદ્રશેખરનું હાર્ટએટેકથી અવસાન

ભૂતપૂર્વ ભારતીય ઓપનર બેટ્સમેન અને રાષ્ટ્રીય પસંદગીકર્તા વીબી ચંદ્રશેખરનું ગુરુવારે ચેન્નાઈમાં હાર્ટઅટેકના કારણે અવસાન થઈ ગયું છે. તામીલનાડુના આ ભૂતપૂર્વ બેટ્સમેન છ દિવસ બાદ ૫૮ મો જન્મદિવસ હતો. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રીઓ છે.

વીબી ચંદ્રશેખરે ૧૯૮૮ થી ૧૯૯૦ ની વચ્ચે સાત વનડે રમી હતી જેમાં તેમને ૮૮ રન બનાવ્યા હતા પરંતુ ઘરેલું સ્તર પર તેમને સારુ પ્રદર્શન કર્યું હતું તથા ૮૧ મેચમાં ૪૯૯૯ રન બનાવ્યા હતા. જેમાં તેમનો અણનમ સ્કોર ૨૩૭ રહ્યો હતો. જ્યારે ગ્રેગ ચેપલ ભારતીય ટીમના કોચ હતા ત્યારે તે રાષ્ટ્રીય કોચ પણ રહ્યા હતા. બાદના વર્ષોમાં તેમને ઘરેલું ક્રિકેટમાં કોમેન્ટ્રી પણ કરી છે.

વીબી ચંદ્રશેખરના અવસાન પર ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો શોખ વ્યક્ત કર્યો છે, ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ બોલર અને કોચ અનીલ કુંબલેએ જણાવ્યું હતું કે, ‘ભયાનક સમાચાર વીબી ઘણા જલ્દી, આશ્ચર્યચકિત કરનાર સમાચાર. તેમના પરિવાર અને મિત્રોના પ્રતિ સંવેદના.’ તેના સિવાય ભૂતપૂર્વ ઝડપી ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે શોખ વ્યક્ત કર્યો છે.

ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી સુરેશ રૈના પણ વીબી ચંદ્રશેખરના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે. સુરેશ રૈનાએ લખ્યું છે કે, ‘વીબી ચંદ્રશેખર સરના અવસાનના વિશે સાંભળી ઘણું દુઃખ અને સ્તબ્ધ છુ.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments