Thursday, April 18, 2024
Homeટોપ ન્યૂઝજાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું થયું નિધન

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું થયું નિધન

- Advertisement -

જપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર હુમલો થયો છે. તેમને ગોળી મારવામાં આવી છે. ગોળી શિંજો આબેને છાતીમાં વાગી હતી અને તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આબેનું લોહી ખૂબ જ હોવાથી તેમની હાલત ગંભીર છે. જે બાદ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં તેઓનું નિધન થયું  શિન્ઝો આબે પર આ હુમલો નારા શહેરમાં થયો હતો. ત્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા. અચાનક આબે નીચે પડી ગયા તેના શરીરમાંથી લોહી પણ નીકળી રહ્યું હતું. શિન્ઝો આબેના અચાનક પડી જવાથી ત્યાં હાજર લોકોને કોઈ મતલબ ન હતો. પરંતુ આ દરમિયાન કેટલાક લોકોએ ત્યાં ગોળીબારનો અવાજ સાંભળ્યો. હાલ એક શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે  આ હુમલા બાદના કેટલાક વીડિયો પણ હવે સામે આવી રહ્યા છે.

આમાં ત્યાં નાસભાગની સ્થિતિ સ્પષ્ટ જોઈ શકાય છે.શિન્ઝો આબેએ 2020માં વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. તેમની નાદુરસ્ત તબિયતને કારણે તેમણે આ કર્યું. તે લાંબા સમયથી બીમાર હતા. જપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના મિત્ર છે.  તમને જણાવી દઈએ કે જાપાન વિશ્વના એવા દેશોમાંથી એક છે જેને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ આ દેશના પૂર્વ વડાપ્રધાન પર થયેલા હુમલાએ બધાને ચોંકાવી દીધા છે. આ ઘટનાને લઈને પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે જે શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ જાપાનના નારા શહેરમાં શિન્ઝો આબેની આ એક નાનકડી સભા હતી. જેમાં 100 જેટલા લોકો સામેલ થયા હતા.

શિન્ઝો આબેનો જન્મ 1954માં જપાનના કાંતઇમાં જન્મ થયો હતો. શિન્ઝોઆબેનો અભ્યાસ સેઇકી વિશ્વવિદ્યાલયમાં થયો છે.ત્યાર બાદ તેઓએ દક્ષિણી કેલીફોર્નિયા યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો હતો. પ્રથમ વખત વર્ષ 2006 થી 2007 સુધી જપાનનાં પ્રધાનમંત્રી બન્યા હતાં. બાદમાં ડિસેમ્બર 2012થી સપ્ટેમ્બર 2020 સુધી પુનઃ પ્રધાનમંત્રી બન્યા હતાં.શિન્ઝો આબે પ્રધાનમંત્રી તરીકે રહ્યો સૌથી લાંબો કાર્યકાળ રહ્યો છે. આ સાથે તેઓ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ સ્થાને 9 વર્ષ સુધી રહ્યા.મહત્વનું છે કે, શિંન્ઝો આબે ઓક્ટોબર 2005થી સપ્ટેમ્બર 2006 સુધી મુખ્ય કેબિનેટ સચિવના પદે પણ રહ્યી ચુક્યા છે. ઉલ્લેખનીય છેકે, શિન્ઝો આબે જપાનના 57માં પ્રધાનમંત્રી બન્યા હતાં.

નોંધનીય છે કે શિન્ઝો આબે એવા જપાનના વડાપ્રધાન છે, જેમણે તેમના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ વખત ભારતની મુલાકાત લીધી હતી. પ્રથમ વખત શિન્ઝો આબે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન (2006-07) ભારત આવ્યા હતા. શિન્ઝો આબેએ તેમના બીજા કાર્યકાળ (2012-2020) દરમિયાન ત્રણ વખત ભારતની મુલાકાત લીધી હતી. તેમણે જાન્યુઆરી 2014, ડિસેમ્બર 2015 અને સપ્ટેમ્બર 2017માં ભારતની મુલાકાત લીધી હતી. શિન્ઝો આબેને ગોળી મારવાના સમાચાર મળ્યા બાદ વડાપ્રધાને ટ્વીટ કર્યું. તેણે લખ્યું, “મારા પ્રિય મિત્ર શિન્ઝો આબે પર થયેલા હુમલાથી ખૂબ જ દુઃખી છું. અમારી પ્રાર્થના તેમની, તેમના પરિવાર અને જાપાનના લોકો સાથે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular