મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના કદાવર નેતા બાબુલાલ ગૌરનું નિધન

0
0

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા બાબુલાલ ગૌરનું બુધવારે સવારે ભોપાલની નર્મદા હોસ્પિટલમાં નિધન થયું છે. 89 વર્ષના બાબુલાલ ગૌરની મંગળવારે તબીયત ખરાબ થઈ હતી, તેમનું બ્લડ પ્રેશન ઘટવાની સાથે પલ્સ રેટ પણ ઘટી ગયું હતું. બાબુલાલ ગૌરની કિડની સંપૂર્ણ પણે ફેલ થઈ ગઈ હતી.

તેઓ છેલ્લાં 14 દિવસથી નર્મદા હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર હતા. ભાજપ તરફથી નિવેદન કરાયું છે કે બાબુલાલ ગૌરનો પાર્થિવ દેહ 12-30 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી પ્રદેશ ભાજપ કાર્યાલય માટે રવાના થશે જ્યાં ભાજપના કાર્યકર્તા અને નાગરિક તેમના અંતિમ દર્શન કરશે. જે બાદ બપોરે 2.30 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here