મદ્રાસ હાઈકોર્ટના ભૂતપુર્વ ન્યાયમૂર્તિ કર્ણનની ધરપકડ : ન્યાયમૂર્તિઓ અને તેમની પત્નીઓ અંગે વાંધાજનક ટિપ્પણી કરી હતી.

0
0

ચેન્નાઈ પોલિસે બુધવારે ભૂતપુર્વ ન્યાયમૂર્તિ સીએસ કર્ણનની ધરપકડ કરી છે. કર્ણન મદ્રાસ અને કોલકાતા હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિ રહી ચુક્યા છે. તેમની ઉપર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ સામે અપમાનજનક નિવેદનો આપવા તથા તેમની પત્નીઓને રેપની ધમકી આપવાનો આરોપ છે.

મદ્રાસ હાઈકોર્ટના એક વકીલે 27 ઓક્ટોબરના રોજ ભૂતપુર્વ ન્યાયમૂર્તિ કર્ણન સામે ફરિયાદ કરી હતી. તેમની ફરિયાદ બાદ મદ્રાસ હાઈકોર્ટના કેટલાક સિનિયર વકીલોએ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એસએ બોબડેને પત્ર પણ લખ્યો હતો. જેમા ન્યાયમૂર્તિ કર્ણનના વિવાદિસ્પદ નિવેદનનો ઉલ્લેખ પણ હતો. કર્ણનનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમા તેમણે મહિલાઓ, ન્યાયમૂર્તિઓ તથા તેમની પત્નીઓ અંગે ટિપ્પણી કરી હતી અને યૌન શોષણની વાત કરી હતી.

ન્યાયમૂર્તિએ કહ્યું હતું- મહિલા કર્મચારીઓનું યૌન શોષણ થાય છે

ન્યાયમૂર્તિ કર્ણનનો એક વીડિયો ઓક્ટોબર મહિનામાં સામે આવ્યો હતો. આ વીડિયોમાં કહેવામાં આવ્યુ હતું કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયમૂર્તિ કોર્ટની મહિલા સ્ટાફ તથા જજોનું યૌન શોષણ કરે છે.વકીલોએ CJI બોબડેને પત્ર લખી કહ્યું હતું કે ન્યાયમૂર્તિ કર્ણનું નિવેદન મહિલાઓના સન્માનની વિરુદ્ધ છે તથા તેમની સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ.

મદ્રાસ હાઈકોર્ટે મંગળવારે તમિલનાડુના ડીજી અને ચેન્નાઈ પોલિસ કમિશનરને આ કેસમાં કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા હતા. કોર્ટે બન્ને અધિકારીઓને 7 ડિસેમ્બરના રોજ વ્યક્તિગત રીતે હાજર થઈ ન્યાયમૂર્તિ કર્ણન સામે તપાસની સ્થિતિ દર્શાવતો અહેવાલ સોંપવા નિર્દેશ આપ્યા હતા. હાઈકોર્ટમાં તમિલનાડુ બાર કાઉન્સિલ તરફથી ન્યાયમૂર્તિ કર્ણન સામે અરજી દાખલ કરવામાં આવી હતી.

વર્ષ 2017માં ન્યાયમૂર્તિ કર્ણનને પદ હતા ત્યારે સજા મળી હતી

વર્ષ 2017માં ન્યાયમૂર્તિ કર્ણન પદ સંભાળી રહ્યા હતા ત્યારે 6 મહિનાની જેલની સજા થી હતી. તેઓ દેશના પહેલા એવા ન્યાયમૂર્તિ હતા કે જેમને પદ પર હતા ત્યારે સજા મળી હતી. તે સમયે તેઓ કોલકાતા હાઈકોર્ટના ન્યાયમૂર્તિ હતા. તે સમયે સુપ્રીમ કોર્ટની 7 ન્યાયમૂર્તિની ખંડપીઠે પશ્ચિમ બંગાળ પોલિસને આદેશ આપ્યો હતો. એક સપ્તાહ બાદ પોલિસે ધરપકડ કરી હતી.

વર્ષ 2009માં પ્રથમ વખત ન્યાયમૂર્તિ બન્યા હતા

  • ન્યાયમૂર્તિ કર્ણન વર્ષ 2009માં પહેલી વખત મદ્રાસ હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિ બન્યા હતા
  • વર્ષ 2016માં તેમની ટ્રાન્સફર કોલકાતા હાઈકોર્ટમાં થઈ હતી
  • ન્યાયમૂર્તિ કર્ણને પદ પર રહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પત્ર લખી સિનિયર ન્યાયમૂર્તિઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો.
  • ગયા વર્ષે એન્ટી કરપ્શન ડાયનેમિક પાર્ટીના બેનર હેઠળ લોકસભા ચૂંટણી લડ્યા હતા. જોકે, તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here