અમદાવાદ : પૂર્વ મેયરનું ભરતી કૌભાંડ ! સગા સંબંધીઓને નોકરી પર ગોઠવ્યા હાવાનો RTIમાં દાવો

0
7

અમદાવાદ શહરેમાં પૂર્વ મેયર ભાવના દવે દ્વારા ભરતી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું RTIમાં ઘટસ્ફોટ થયો છે. મોબાઇલ એપથી ભરતીપ્રક્રિયા યોજી હતી, જેમાં પૂર્વ મેયરે પોતાના સગા સંબંધીઓને લાભ આપી ગેરરીતિ આચરી હોવાનું RTIમાં સામે આવ્યું છે.

આરટીઆઇ દ્વારા માગવામાં આવેલી માહિતીમાં સિનિયર કલાર્ક તરીકે પસંદગી પામેલા ભાવનાના કૌટુંબિક છે. ટેન્ડર વગર સગાઓને કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

હાલ ભાવના દવે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના ઉપાધ્યાક્ષ છે. તેમણે સિનિયર અને જુનિયર ક્લાર્કની ભરતીમાં કૌભાંડ આચર્યું છે. મોબાઇલ એપ્લીકેશનથી ભરતી પ્રક્રિયા યોજીને પોતાના જ ભત્રીજા અને સગાને સિનિયર જુનિયર ક્લાર્ક તરીકે પસંદ કર્યા હતા એટલું જ નહીં આરટીઆઇમાં માંગવામાં આવેલી મહિતી પણ ખોટી આપી હતી.

પૂર્વ મેયર ભાવનાબેન દવેએ બોર્ડમાં સિનિયર-જુનિયર કલાર્કની જગ્યા શિક્ષણમંત્રી પાસે મંજૂર કરાવી 9 મહિના પહેલા મોબાઇલ એપ્લિકેશનથી ભરતી કરી હતી. પોતાના જ સગા ભત્રીજાની કંપનીને ટેન્ડર પ્રક્રિયા હાથ ધર્યા વગર આ પરીક્ષાનો કોન્ટ્રાકટ આપ્યો હતો. આ પરીક્ષા SHOOLINDESIGH PVT LTD દ્વારા લેવામાં આવી હતી. આરટીઆઇમાં કંપનીને કેટલો ખર્ચ ચુકવ્યો તેની માહિતી ન આપી. પરીક્ષામાં કુલ 2200 અરજી આવી હતી તે પૈકી 1600 ઉમેદવારે પરીક્ષા આપી હતી. 130 ઉમેદવાર પાસ થયા છતા 50ને ઇન્ટરવ્યુમાં બોલાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here