Tuesday, September 21, 2021
Homeહળવદ : જમીન કોભાંડના આક્ષેપ મામલે માજી રાજ્યમંત્રી જયંતીભાઈ કવાડિયાની સ્પષ્ટતા. જાણો શું...
Array

હળવદ : જમીન કોભાંડના આક્ષેપ મામલે માજી રાજ્યમંત્રી જયંતીભાઈ કવાડિયાની સ્પષ્ટતા. જાણો શું કહ્યું ?

મોરબી: હળવદ તાલુકાના માનગઢ ગામની જમીન માટે જયંતીભાઈ કવાડિયા પર થયેલા ખોટા આક્ષેપની સ્પષ્ટતા કરવા બાબતે મંત્રી જયેશભાઇ કવાડિયાએ વિજય રૂપાણી સાહેબને એક પત્ર લખ્યો છે.
પત્રમાં લખ્યું છે કે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માલગઢ ગામ ની જમીન બાબતે મારા પર અને મારા પરિવાર પર મિડીયા ઉપર જે આક્ષેપો થઈ રહ્યા છે. તે બાબતે તેમાં કોઇ પણ ખોટું કૌભાંડ થયું હોય તો આ બાબતે કલેકટર મોરબી પાસે તટસ્થ તપાસ માગી છે. વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર મામલે કલેકટર મોરબી જાતે તપાસ કરી મારા અને મારા પરિવાર નો કોઈ પણ દોષ હોય તો કાયદેસરના પગલાં લેવા માટે ખચકાશો નહીં.
મહત્વનું છે કે 375 વીઘા હિજરતી જમીનનો વિવાદ ચાલુ છે. જેમાંથી જમીનના વારસદારો પાસેથી વારસાઇ એન્ટ્રી પડ્યા બાદ તે સર્વે નંબરના 7-12 અને 8-અ મા હીજરતી ગુજરાતી શબ્દનો કોઇ ઉલ્લેખ છે કે નહીં તેથી ટાઇટલ ક્લિયર જમીન હોવાથી મારા પુત્રે જમીન ના વારસદારો પાસેથી આશરે ૧૮ વિઘા જેટલી જમીન રજીસ્ટર દસ્તાવેજ તે ખરીદેલી હતી. વધુમાં જણાવ્યું છે કે મારી રાજકીય કારકિર્દીને ઠેસ પહોંચડવા માટે અને મને રાજકીય રીતે બદનામ કરવા માટે અમુક લોકો જાણી જોઇને આ પ્રકારના કાર્યો કરી મને બદનામ કરી રહ્યા છે. જેથી સમગ્ર મામલે તપાસ તટસ્થ રીતે થાય તેવી માંગ કરી રહ્યો છું.
આ સાથે જ કહ્યું કે સમગ્ર મામલે તટસ્થ તપાસ કરી કોઈપણ લોકો ગુનેગાર હોય તો તેમની પર કાયદા પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવા હું આગ્રહ રાખું છું.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments