પૂર્વ ધારાસભ્ય લાલજી મેર ભાજપમાં જોડાયા, સીઆર પાટીલે પહેરાવ્યો ખેસ

0
0

આગામી 3 નવેમ્બરે લીંબડી સહિત 8 બેઠકો માટેની વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. લીંબડી બેઠક પર ભાજપે કિરિટસિંહ રાણાને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે ચેતન ખાચરને ટિકીટ આપી છે. હવે બંનેએ જીતવા માટે પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દીધો છે. ત્યારે પેટાચૂંટણી પહેલો કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.

કોળી સમાજના આગેવાન અને ધંધુકાના પૂર્વ ધારાસભ્ય લાલજી મેર સહિત કોળી સમાજના 20 આગેવાનો ભાજપમાં જોડાયા હતા અને પ્રદેશ પ્રમુખ ના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. નોંધનીય છે કે, લાલજી મેર જસદણ વિધાનસભાની પેટાચૂંટણી પહેલા ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. જોકે, તેમણે ભાજપમાં ઘરવાપસી કરી છે.

આ પ્રસંગે મંત્રી કુંવરજી બાવળિયા, આર.સી ફળદુ, જિલ્લાના સંસદ સભ્ય મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઈ સહિત પૂર્વ ધારાસભ્ય અને જિલ્લાના આગેવાનો હાજર રહ્યાં હતાં પાટીલ દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે આ સીટ ઉપર ભાજપના ઉમેદવાર ની જીત નિશ્ચિત છે.

સંમેલનમાં જિલ્લા પંચાયત ભાજપના ચૂંટાયેલ સભ્યો તેમજ ચુડા, લીંબડી, સાયલા, તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા. રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના થયેલ કામો ની વાત લોકો સુધી પહોંચાડીને ભાજપના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરી હતી.

આગામી 3 તારીખે 8 બેઠકોનું મતદાન થશે અને 10 તારીખે પરિણામ જાહેર થશે. મતદાન પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને આઠ બેઠકોના ભાજપના ઉમેદવારો સહિત સમગ્ર ભાજપનું સંગઠન ચૂંટણી પ્રચારમાં ઉતર્યું છે અને કોંગ્રેસને પછડાટ આપવાના સંકલ્પ સાથે સીઆર પાટીલ બુથ લેવલ સુધીની જવાબદારી કાર્યકરોને સોંપી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here