ગીરસોમનાથ : ઉનાના પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડ સહિત ત્રણ વ્યક્તિ પર 2 અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું,

0
0

ગીરસોમનાથ. ઉના નગરપાલિકાના પ્રમુખ અને ભૂતપૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ પર બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનામાં નગરપાલિકાના પ્રમુખ કે.સી.રાઠોડ સહિત 3 લોકોને ગોળી વાગી હતી. ગોળી વાગતા ત્રણેય લોહીલૂહાણ બન્યા હતા. જેથી ત્રણેયને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓની સારવાર ચાલુ છે. જો કે અજાણ્યા શખ્સોએ ક્યાં કારણોસર ગોળી ચલાવી હતી તે હજુ સુધી જાણવા મળ્યું નથી. ફાયરિંગ થતા ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. તેમજ પોલીસ દોડી આવી હતી. ઘટનાસ્થળેથી વાગેલી ગોળીઓ જોવા મળી હતી. જે પોલીસે કબ્જે કરી હતી. હાલ તો પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસે ફાયરિંગ કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here