જૂનાગઢ : પૂર્વ ધારાસભ્યના પુત્રનું અમેરિકાના લોસ એન્જલ્સમાં કોરોના વાઈરસથી મૃત્યુ

0
11

જૂનાગઢ જિલ્લાની માળીયા પૂર્વ ધારાસભ્ય સ્વ. ભરતભાઇ કાંબલિયા અને ભાજપ અગ્રણી અને જૂનાગઢ મહાનગરપાલિક ના માજી ડે. મેયર નિરુબેન કાંબલિયાના પુત્ર આનંદભાઈ કાંબલિયાનું અમેરિકાના ફ્લોરિડા રાજ્યના લોસ એન્જલ્સ શહેર ખાતે શુક્રવારે કોરોના વાઈરસથી મૃત્યુ થયું છે.

મૃતક આનંદ કાંબલિયા ઓસ્ટ્રેલિયન કાર કંપનીમાં નોકરી કરતા હતા

સ્વ. આનંદભાઈ કાંબલિયા લોસ એન્જલ્સ શહેરમાં પત્ની દક્ષાબેન અને બાળકો સાથે રહેતા હતા અને ઓસ્ટ્રેલિયન કાર કંપનીમાં નોકરી કરતા હતા, પરંતુ એક સપ્તાહ પહેલા વેશ્વિક મહામારી કોરોના વાઈરસના સંક્રમણના શિકાર બન્યા હતા અને તેઓને લોસ એન્જલ્સની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી, પરંતુ શુક્રવારે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જેને પગલે જૂનાગઢમાં રહેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here