ભારતના યુવા ખેલાડીઓ પર પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હક ફિદા

0
7

ટીમ ઈન્ડિયાના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓ છેલ્લા કેટલાક સમયથી દમદાર પ્રદર્શન કરી રહ્યા છે. જેના કારણે ભારતે ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં ટેસ્ટ સિરિઝમાં અને હવે ઈંગ્લેન્ડને પણ ઘર આંગણે ટેસ્ટ તેમજ ટી 20માં માત આપી છે.

ભારતના યુવા ખેલાડીઓ પર પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હક પણ ફિદા થઈ ગયો છે. ઈન્ઝમામે કહ્યુ હતુ કે, મને લાગે છે કે ભારત પાસે કોઈ મશિન છે જે સતત નવા ખેલાડી તૈયાર કરી શકે છે.ઈંગ્લેન્ડ સામે પહેલી વન ડે માં બે નવા ક્રિકેટરોએ ડેબ્યુ કર્યુ હતુ. જેના થકી બીજા ખેલાડીઓને સંદેશ મળી રહ્યો છે કે ટીમમાં રહેવુ હશે તો સારો દેખાવ કરવો પડશે.

તેમણે કહ્યુ હતુ કે, હું જોઈ રહ્યો છું કે ઓસ્ટ્રેલિયા પ્રવાસથી જ દરેક મેચમાં કોઈ યુવા ખેલાડી આવે છે અને શાનદાર દેખાવ કરે છે. સિનિયર ખેલાડીઓનો પોતાનો રોલ હોય છે જ પણ જો જુનિયર ખેલાડીઓ આવો દેખાવ કરે છે તો ટીમ કેવી છે તેનો અંદાજ આવી શકે છે. છેલ્લા 6 મહિનાથી ટીમ ઈન્ડિયા સતત સારો દેખાવ કરી રહી છે.

ઈન્ઝમામે મજાકિયા સૂરમાં કહ્યુ હતુ કે, ભારત પાસે કોઈ મશિન છે જે સતત આટલા પ્રતિભાવાન ખેલાડીઓ તૈયાર કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here