કોરોના વર્લ્ડ : માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ સંક્રમિત, મેક્સિકોમાં મહામારી ફેલાયા બાદ 1300 સ્વાસ્થ્ય કર્મચારીના મોત, વિશ્વમાં 2.40 કરોડ કેસ

0
6

વિશ્વમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 2 કરોડ 38 લાખ 50 હજાર 333 કેસ નોંધાયા છે. તેમા 1 કરોડ 65 લાખ 99 હજાર 377 દર્દી સાજા થયા છે. જ્યારે 8 લાખ 23 હજાર 278 લોકોના મોત થયા છે. આ આંકડા www.worldometers.info/coronavirus પરથી લેવાયા છે. માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમ સંક્રમિત થયા છે. તેમણે ટ્વિટ કરી આ જાણકારી આપી છે. મૌમૂન 30 વર્ષ સુધી માલદીવના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 7 હજારથી વધારે કેસ નોંધાયા છે અને 28 લોકોના મોત થયા છે.

મેક્સિકોના ઉપ સ્વાસ્થ્ય મંત્રી હ્યૂગો લોપેજે બુધવારે જણાવ્યું હતું કે દેશમાં મહામારી ફેલાયા પછી 1300 સ્વાસ્થ્ય કર્મચારીના મોત થયા છે. ગત 24 કલાકમાં દેશમાં 4916 કેસ નોંધાયા છે અને 650 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં સંક્રમિતોનો આંકડો 5 લાખ 68 હજાર 621 થયો છે અને 61 હજારથી વધારે લોકોના મોત થયા છે.

અમેરિકા: 24 રાજ્યની કોલેજમાં પોઝિટિવ કેસ નોંધાયો

અમેરિકામાં સ્કૂલ અને કોલેજ ખોલાયા પછી અત્યાર સુધીમાં 24 રાજ્યોની કોલેજોમાં સંક્રમણ મળ્યું છે. આ સંક્રમિતોમાં 3300 વિદ્યાર્થી અને સ્ટાફ સામેલ છે. મીસીસિપીમાં 4 હજાર વિદ્યાર્થીઓ અને 600 શિક્ષકોને ક્વોરન્ટિન કરાયા છે. અહીં માત્ર 17થી 21 ઓગસ્ટ વચ્ચે સ્કૂલમાં ભણાવનાર 144 શિક્ષક અને 292 વિદ્યાર્થી સંક્રમિત મળ્યા છે. 31 સ્કૂલમાં સંક્રમણ નોંધાયું છે. આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સ્ટાફને ક્વોરન્ટિન કરાયા છે.

બ્રાઝીલ: રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોનો પુત્ર સંક્રમિત

બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોનો પુત્ર અને સાંસદ ફ્લેવિયો બોલ્સોનારો સંક્રમિત થયો છે. તેમના પ્રેસ ઓફિસરે જણાવ્યું હતું કે હાલ તેમાં કોઈ લક્ષણ નથી અને તે પોતાના ઘરે થી કામ કરશે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 47 હજાર 134 કેસ નોંધાયા છે અને 1271 મોત થયા છે. આ સાથે દેશમાં સંક્રમિતોનો આંકડો 26 લાખ 69 હજાર 995 થઈ ગયો છે. અત્યાર સુધીમાં 1 લાખ 16 હજાર 580 લોકોના મોત થયા છે.

આર્જેન્ટિના: સતત બીજા દિવસે 8 હજારથી વધારે કેસ

આર્જેન્ટિનામાં મંગળવારે 8771 કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં નોંધાયલા કેસમાં આ સૌથી વધારે છે. આ પહેલા સોમવારે 8713 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 197 મોત થયા છે. આ સાથે દેશમાં સંક્રમિતોની સંખ્યા 3 લાખ 59 હજાર 638 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 7563 થયો છે.

ઈરાક: સંક્રમિતોનો આંકડો 2 લાખને પાર

ઈરાકમાં છેલ્લા 24 કલાકમાં 3962 કેસ નોંધાયા છે અને 77 લોકોના મોત થયા છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા 2 લાખ 11 હજાર 947 થઈ ગઈ છે અને 6596 લોકોના જીવ ગયા છે. ઈરાકના સ્વાસ્થ્ય મંત્રી હસન અલ તમિમિએ કહ્યું છે કે અમે વેક્સીન બનાવવા માટે કોઈપણ દેશ સાથે સાથે મળીને કામ કરવા માટે તૈયાર છીએ. દેશમાં 50 વર્ષથી વધારે ઉંમરના લોકોને રસી આપવામાં પ્રાથમિકતા અપાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here