મહેસાણા : ઊંઝાના આંટા કડવા પાટીદાર સમાજના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ રહસ્યમ રીતે ગુમ.

0
30

ઊંઝાના આંટા કડવા પાટીદાર યુવા સમાજના પ્રમુખ ધર્મેન્દ્ર ઉર્ફે ધમો મિલન ગુરુવારે સાંજે એકાએક ગુમ થવાની ઘટનાએ ચકચાર જગાવી છે. ગુમ થયાની વાત ફેલાતાં તેમની ઓફિસ અને ઘરે લોકોના ટોળા ભેગા થયા હતા. ગુમ ધર્મેન્દ્રભાઇના ભાઇએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં ગુમ થવા અંગે ફરિયાદ આપતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પટેલ ધર્મેન્દ્ર ઉર્ફે ધમાભાઇ રાયચંદભાઇ ગુમ થવા અંગે તેમના મોટા ભાઇ જીતેન્દ્રભાઇ પટેલે પોલીસમાં આપેલી અરજી મુજબ, ગુુરુવારે સવારે 9 વાગે નગરપાલિકાની બાજુમાં તેમનું નવું બની રહેલું મકાન જોવા ગયા ત્યારે સ્વસ્થ હતા અને બીજા દિવસે શુક્રવારે સવારે 10 વાગે ધર્મેન્દ્રભાઇની પત્ની જીજ્ઞાએ ફોન કરીને તમારા નાનાભાઇ ગઇકાલ રાતથી ઘરે આવ્યા નથી તેમ કહેતાં તેના ત્રણે નંબરો ઉપર ફોન કરતાં તમામ બંધ આવતા હતા. તેના તમામ મિત્રો અને ઊંઝા આજુબાજુ તપાસ કરતાં કોઇ માહિતી મળી નથી. પરંતુ તેનું જીજે 02 સીએમ 2728 નંબરનું એકટીવા ગંજબજારની પાછળ આવેલ વિસનગર પુલ ઉતરતા ડાબી બાજુની ગલીમાંથી ચાવી ભરેલી હાલતમાં મળી આવ્યું હતું. ધર્મેન્દ્ર ઉર્ફે ધમો પટેલ ગુમ થયાની જાણ થતાં જ સમાજના યુવાનો અને આગેવાનો તેની ઓફિસ અને ઘરે ભેગા થયા હતા.

ઘટનાની ગંભીરતાને પગલે ડીવાયએસપી એ.બી. વાળંદે ઊંઝા પીઆઈ જે.એસ. પટેલ અને સ્ટાફ સાથે અપહ્યત યુવાન ગુરુવારે રાત્રે છેલ્લે જ્યાંથી નીકળ્યા તે કેવલેશ્વર હેલ્થસેન્ટર તેમજ ઘટના સ્થળના આવન જાવનના તમામ માર્ગો ઉપરના સીસીટીવી ફૂટેજ ચેક તેમજ સીડીઆર ચેક કર્યા હતા. ઘટના સ્થળની આસપાસ રહેતા લોકો અને રાહદારીઓની પણ પૂછપરછ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here