પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ રાજ્યસભાના સભ્ય તરીકે બિનહરિફ ચૂંટાયા

0
17

જયપુર, તા. 19 ઓગસ્ટ 2019, સોમવાર

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સોમવારે રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય ચૂંટાયા છે. મનમોહન સિંહ બિનહરિફ ચૂંટાયા છે, કારણ કે ભાજપે મનમોહન સિંહ સામે કોઈ ઉમેદવાર નહી ઉતારવાનો નિર્ણય કર્યો હતી તેથી નામ પરતખેંચવાના છેલ્લી તારીખ વિત્યા બાદ તેમને બિનહરિફ ચૂંટાયેલા જાહેર કરાયા. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે મનમોહન સિંહને રાજ્યસભા માટે ચૂટાવા પર શુભકામના આપી.

 

ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન મનમોહન સિંહનું રાજસ્થાનથી રાજ્યસભા માટે બિનહરિફ ચૂટાવવું લગભગ નક્કી હતું. વિધાનસભામાં વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ કહ્યું હતું કે, ભાજપ રાજસ્થાનથી રાજ્યસભા સીટની પેટા ચૂંટણી માટે પોતાનો ઉમેદવાર નહી ઉતારે.

રાજસ્થાન વિધાનસભાનું સંખ્યાબળ કોંગ્રેસના પક્ષમાં છે. રાજસ્થાન વિધાનસભામાં કુલ 200 સીટો છે. કોંગ્રેસ પાસે 100 ધારાસભ્યો છે જ્યારે તેમના ગઠબંધન સહયોગી રાષ્ટ્રીય લોકદળના એક ધારાસભ્ય છે. ભારતીય જનતા પાર્ટી પાસે 72, બહૂજન સમાજ પાર્ટી પાસે 6, ભારતીય ટ્રાઈબલ પાર્ટી, CPM અને રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી પાસે બે-બે ધારાસભ્યો છે. 13 અપક્ષ ધારાસભ્યો છે જ્યારે બે સીટો ખાલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here