સાઉથ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલરના નાના ભાઈની ગોળી મારીને હત્યા, જાણો ક્રિકેટરે શું કહ્યું

0
5

દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર વેર્નોન ફિલાંડરના નાના ભાઈની કેપટાઉનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવતા ચકચાક મચી ગઈ છે. ટાયરોન ફિલાંડરની ઉંમર 32 વર્ષ હતી. સાઉથ આફ્રિકાના મીડિયા રિપોર્ટ પ્રમાણે ટ્રાયોન તેમની પડોશમાં પાણી આપવા ગયા ત્યારે ગોળી ધરબી દેવામાં આવી હતી. તેનો પરિવાર યાર્ડમાં સાફ સફાઈ કરતો હતો અને ગોળીબારનો અવાજ સાંભળી દોડી આવ્યો હતો.

ઘટનાને અંજામ આપ્યા બાદ હત્યારા ફરાર થઈ ગયા હતા. વર્નોને આ સમાચારની પુષ્ટિ કરતાં ટ્વિટર હેન્ડલ પરથી સ્ટેટમેન્ટ જાહેર કર્યુ હતું. તેણે લખ્યું, હું આ વાતની પુષ્ટિ કરવા માંગુ છું. અમારા કુટુંબની શોક કરવાની મંજૂરી આપો તેમ ઈચ્છીએ છીએ. પ્રેમ અને સપોર્ટ માટે તમારો આભાર. તેની પાસે હજી કોઈ વિગતો ન હોવાથી ઘટના અંગે કોઈ અટકળો ન કરવાનું કહ્યું છે.

અમારા પરિવાર આજે મારા વતન રેવેનસ્મીડમાં આવશે. આ મુશ્કેલ સમય દરમિયાન કુટુંબની ગોપનીયતાનું સન્માન કરવામાં આવશે તેમ હું ઈચ્છુ છું. હત્યા હવે પોલીસ તપાસનો વિષય છે. મીડિયા પોલીસને સંપૂર્ણ તપાસ કરવા માટે જગ્યા આપે તેમ અમે ઈચ્છીએ છીએ. ટાયરોન કાયમ આપણા હૃદયમાં છે. તેના આત્માને શાંતિ મળે.

ફિલાંડરે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. 64 ટેસ્ટમાં તેણે 22.31ની સરેરાશથી 224 વિકેટ ઝડપી છે. તે 30 વન ડે અને 7 ટી20 પણ રમ્યો હતો. બંનેમાં મળીને તેણે 45 વિકેટ ઝડપી હતી.