પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસી નેતા જયપાલ રેડ્ડીનું હૈદરાબાદમાં નિધન

0
21

તેલંગાણાઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસી નેતા જયપાલ રેડ્ડીનું હૈદરાબાદમાં નિધન થયું છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર રેડ્ડી છેલ્લા ઘણા સમયથી તાવ અને ન્યૂમોનિયાની બીમારીથી પીડાતા હતા. બીમારીને પગલે તેમને શનિવારે એ.આઇ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમણે આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા.

ઇમરજન્સીને કારણે કોંગ્રેસ છોડી
જ્યારે ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી લાગુ કરી હતી, ત્યારે જયપાલ રેડ્ડીએ 1977માં કોંગ્રેસ છોડી દીધી હતી અને જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમણે ઇન્દિરા ગાંધી વિરુદ્ધ આંદોલન કર્યું હતું. જયપાલ રેડ્ડીએ 1980માં આ જ સંસદીય ક્ષેત્રમાંથી ચૂંટણી લડી હતી, પરંતુ કમનસીબે તેઓ હારી ગયા હતા. 1980ની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધી અહીંથી સાંસદ રહી ચૂક્યા હતા. જ્યારે વર્ષ1984માં ઇન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી ત્યારે તે અહીંથી જ સાંસદ હતા.

ઘણી વખત રહી ચૂક્યાં છે સાંસદ
2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના કદાવર નેતા જયપાલ રેડ્ડી ચેવેલ્લા લોકસભા સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 15મી લોરસભામાં તેમણે સાયન્સ અને ટેક્નોલોજી તથા અર્થ સાયન્સના મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો. આ પહેલાં વર્ષ 1998માં પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દ્ર કુમાર ગુજરાલની કેબિનેટમાં ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મંત્રાલય સંભાળ્યું હતું. વર્ષ 1999માં 21 વર્ષ પછી ફરીથી કોંગ્રેસમાં વાપસી થઈ હતી. ત્યારબાદ તેમને યૂપીએ-1માં શહેરી વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી અને યૂપીએ-2માં શહેર વિકાસ મંત્રાલય અને પેટ્રોલિયમ અને નેચરલ ગેસનું મંત્રાલય પણ આપવામાં આવ્યું હતું. આ સિવાય તેમને વર્ષ 1998માં તેમણે બેસ્ટ પાર્લામેન્ટ્રિયન એવોર્ડ આપી નવાજવામાં આવ્યા હતાં. જયપાલ રેડ્ડીનો જન્મ 16મી જાન્યુઆરીએ 1942માં હૈદરાબાદના મદગુલ ગામમાં થયો હતો. તેમને બે દીકરા અને એક દીકરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here