પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા જસવંત સિંહનું નિધન, PM મોદીએ જતાયો શોક

0
6

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા જસવંત સિંહનું 82 વર્ષની ઉંમરે નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું તેમને અલગ પ્રકારની રાજકારણ માટે હમેશાં યાદ કરવામાં આવશે. જસંત સિંહ જી સંપૂર્ણ લગન સાથે આપણા દેશની સેવા કરી છે.

જસવંતસિંહ છેલ્લાં છ વર્ષથી કોમામાં હતા. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી સરકારમાં તેમણે 1996 થી 2004 દરમિયાન રક્ષા, વિદેશ અને નાણાં મંત્રાલયોની જવાબદારી સંભાળી હતી.

2014માં ભાજપે સિંહને બાડમેરથી લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપી ન હતી. ગુસ્સે ભરાયેલા જસવંત પાર્ટી છોડીને અપક્ષ તરીકે લડ્યા પણ હારી ગયા. તે જ વર્ષે તેમને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી ત્યારથી તેઓ કોમામાં હતા.