પાક વિશ્વનો સૌથી વધુ ખતરનાર દેશઃ અમેરિકાના માજી સંરક્ષણ પ્રધાનનો દાવો

0
18

અમેરિકાના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન જીમ મેટીસે જણાવ્યું હતું કે પાકિસ્તાન અણુશસ્ત્રાેની ક્ષમતા અને કટ્ટરપંથીઆેને લીધે વિશ્વનો સૌથી વધુ જોખમી દેશ છે. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાની લોકોની કમનસીબી એ છે કે પાકિસ્તાનના નેતાઆેને દેશની જનતાના ભવિષ્યની પરવાહ નથી.


અમેરિકા પર 9/11એ ત્રાસવાદી હુમલો થયો તે પછી અફઘાનિસ્તાન મોકલાયેલા અમેરિકી દળોનું નેતૃત્વ કરનારા જીમ મેટીસે જણાવ્યું હતું કે મને પાકિસ્તાની લશ્કરી નેતાગીરી સાથે ચર્ચાવિચારણા કરવાનો એક દાયકાનો અનુભવ છે.અમેરિકાના સંરક્ષણ પ્રધાન તરીકે ગયા વર્ષે રાજીનામું આપનારા 68 વષ}ય જીમ મેટીસનું નવું પુસ્તક કોલ સાઇન કેઆૅસઃ લર્નિંગ ટૂ લીડ બજારમાં મળતું થયું છે અને તેમાં આ વાત લખી છે. તેમણે પુસ્તકમાં લખ્યું છે કે પાકિસ્તાનની રાજકીય સંસ્કૃતિ આત્મઘાતક છે. પાકિસ્તાનનો જન્મ રાષ્ટ્રપ્રેમમાંથી નથી થયો. જીમ મેટીસે જણાવ્યું હતું કે મેં જેટલા વિદેશો સાથે કામ કર્યું છે એમાં પાકિસ્તાન સૌથી વધુ જોખમી દેશ છે. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનના સમાજમાં અનેક કટ્ટરપંથીઆે છે અને આ દેશ પાસે અણુશસ્ત્રાે પણ છે. ત્રાસવાદીઆેને પેદા કરતા આ રાષ્ટ્રમાં જો અણુશસ્ત્રાે ત્રાસવાદીઆેના હાથમાં આવી જશે તો વિનાશ સજાર્શે.
તેમણે જણાવ્યું હતું કે અમને જ્યારે ખબર પડી કે આેસામા બિન લાદેન પાકિસ્તાનના અંતરિયાળ ભાગમાં છુપાયો છે ત્યારે પ્રમુખ બરાક આેબામાએ પાકિસ્તાનીઆેને જાણ કર્યા વિના એક ટુકડી લાદેનને મારવા મોકલી હતી.