રાજકીય શરણ લેવાનો પ્રયત્ન કરનારા ઈરાકીએ પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ બુશની હત્યાનુ કાવતરુ રચ્યુ. મંગળવારે ન્યાય વિભાગે આ જાણકારી આપી. 52 વર્ષીય શિહાબ અદમદ શિહાબે FBIના એક ખબરીને જણાવ્યુ કે તેઓ અમેરિકામાં ચાર ઈરાકીઓને ગેરકાયદેસર રીતે મેક્સિકોના બોર્ડર દ્વારા લાવવા ઈચ્છે છે જેનાથી આ યોજનાને અંજામ આપવામાં આવી શકે. ઓહિયોની ફેડરલ કોર્ટમાં FBIના એક એફિડેવિટમાં આ જાણકારી આપવામાં આવી.
શિહાબની યોજના મુજબ, આમાંથી બે ભૂતપૂર્વ ઈરાકી ગુપ્તચર એજન્ટો બનવાના હતા, જ્યારે બાકી બે સભ્યોમાંનો એક ઈસ્લામિક સ્ટેટ અથવા અન્ય એક કતારના ચરમપંથી જૂથ અલ-રાએદનો સભ્ય બનવાના હતા.શિહાબે ખબરીને જણાવ્યુ કે તે બુશને મારવા ઈચ્છે છે, જેમણે ઈરાક પર 2003માં આક્રમણનો આદેશ આપ્યો હતો. ફાઈલિંગ અનુસાર તેઓ આવુ એટલા માટે કરવા ઈચ્છતા હતા કેમ કે તેમને લાગે છે કે જ્યોર્જ ડબ્લ્યુ બુશ કેટલાક ઈરાકીઓના મોત અને ઈરાકને બરબાદ કરવા માટે જવાબદાર છે.
તેણે ખબરીને એ પણ જણાવ્યુ કે તેઓ પૂર્વ ઈસ્લામિક સ્ટેટ હેડ અબુ બક્ર અલ-બગદાદીનો દૂરનો ભાઈ છે અને આક્રમણ બાદ તેણે અમેરિકીઓને માર્યા હતા. શિહાબની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી અને ફેડરલ કોર્ટમાં તેની પર ઇમિગ્રેશન ગુનો અને પૂર્વ અમેરિકી અધિકારીની હત્યાના પ્રયત્નનો કેસ ચલાવવામાં આવશે.
કોલંબસમાં રહેવાસી શિહાબ અને ખબરી ડૈલેસ, અને ટેક્સાસમાં બુશ સાથે જોડાયેલા સ્થળોના સર્વે માટે ગયા હતા અને સાથે જ તેમણે બંદૂકો, સુરક્ષા અધિકારીઓના યુનિફોર્મ અને ગાડીઓની વ્યવસ્થા કરવા વિશે પણ ચર્ચા કરી હતી. તેણે એક બીજા એફબીઆઈ ખબરીને હજારો ડોલરના બદલે તેમના પરિવારના સદસ્યોને અમેરિકામાં લાવવાનો પ્રસ્તાવ પણ આપ્યો હતો.
શિહાબ અમેરિકામાં સપ્ટેમ્બર 2020માં વિજિટર વિઝા પર આવ્યા હતા અને વિઝા એક્સપાયર થયા બાદ તેણે માર્ચ 2021માં શરણ માટે અરજી કરી હતી. એફિડેટિવમાં સંકેત આપવામાં આવ્યો છે કે FBIએ તેના થોડા સમયમાં જ શિહાબ પાસેથી પોતાના ખબરી સાથે મુલાકાત કરી હતી.