ટેનિસ : પૂર્વ વિશ્વ નંબર 1 મારિયા શારાપોવા 2020ની શરૂઆત બ્રિસ્બેન ઓપનથી કરશે

0
9

નવી દિલ્હી : પૂર્વ વિશ્વ નંબર 1 મહિલા ટેનિસ ખેલાડી મારિયા શારાપોવા 2020ની શરૂઆત બ્રિસ્બેન ઓપનથી કરશે. આ ટૂર્નામેન્ટમાં તેને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી છે. તે 6-12 જાન્યુઆરીની વચ્ચે રમવામાં આવશે. શારાપોવા પણ આને લઈને ઉત્સાહિત છે. તેણે કહ્યું, “જ્યારે હું યુવાન હતી ત્યારે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું ત્રીસ વર્ષની વટાવીને પણ રમીશ. પરંતુ મને લાગે છે કે મારે હજી ઘણું ટેનિસ રમવાનું બાકી છે. જ્યાં સુધી મારા ખભા બરાબર છે અને આરોગ્ય સપોર્ટ કરે છે. ત્યાં સુધી હું ટેનિસ રમીશ.”

32 વર્ષીય આ રશિયન ખેલાડી ગત વર્ષે ટેનિસ કોર્ટથી દૂર રહી છે. આ ટૂર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં તે અમેરિકાની સેરેના વિલિયમ્સે સીધા સેટમાં 6-1, 6-1થી હરાવી હતી. 2019 માં ખભાની ઇજાને કારણે શારાપોવાએ માત્ર 15 સ્પર્ધાત્મક મેચ રમી હતી. તેણે લક્ઝમબર્ગ ઓપનમાં પણ ભાગ લીધો ન હતો. તેની અસર તેની રેન્કિંગ પર પણ પડી. તે વર્લ્ડ રેન્કિંગમાં 133 મા સ્થાને આવી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here